ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લઘુમતીઓ વિરુદ્ધ નથી, પરંતુ કોઈને વિશેષ નાગરિક નહી સ્વીકારીએ : PM Modi

નવી દિલ્હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) કહ્યું છે કે તેઓ લઘુમતીઓ વિરુદ્ધ ક્યારેય એક પણ શબ્દ બોલ્યા નથી અને ભારતીય જનતા પાર્ટી(BJP) લઘુમતીઓની(Minority) વિરુદ્ધ નથી રહી. પીએમ મોદી  સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈને પણ ‘ખાસ નાગરિક’ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તેમણે કોંગ્રેસ પર બંધારણના(Constitution) મુદ્દે પણ આરોપ લગાવ્યો. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં મોદીની આ ટિપ્પણીઓને વિપક્ષની ટીકા વચ્ચે લઘુમતીઓ અંગેનું સ્પષ્ટ નિવેદન માનવામાં આવી રહ્યું છે.  વિપક્ષ પીએમ મોદી પર ચૂંટણી ભાષણોમાં સમાજમાં વિભાજન અને ધ્રુવીકરણ કરી  રહ્યા છે તેવો આક્ષેપ લગાવતો હતો. વડાપ્રધાને આરોપ લગાવ્યો કે કોંગ્રેસે બંધારણના બિનસાંપ્રદાયિક માળખાની અવગણના કરી છે.

કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ વિરુદ્ધ બોલી રહ્યો છું

પીએમ મોદીએ જણાવ્યું કે,ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના ભાષણોનો હેતુ વોટબેંકની રાજનીતિની સાથે સાથે લઘુમતીઓને ખુશ કરવાના વિપક્ષોના પ્રયાસોને પણ ઉજાગર કરવાનો છે. ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે પીએમ મોદીને તેમના નિવેદનોને કારણે લઘુમતીઓમાં પેદા થયેલી આશંકાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘હું લઘુમતીઓ વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો નથી. હું માત્ર કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ વિરુદ્ધ બોલી રહ્યો છું. કોંગ્રેસ સંવિધાન વિરુદ્ધ કામ કરી રહી છે.

બંધારણ સભામાં અમારા પક્ષનો કોઈ સભ્ય નહોતો

પીએમ મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નેહરુ સહિતના ભારતીય બંધારણના ઘડવૈયાઓએ નિર્ણય લીધો હતો કે ધર્મના આધારે કોઈ અનામત નહીં હોય. તેમણે કહ્યું આ લોકો હવે તે નિવેદનની ફરી રહ્યા છે. ત્યારે  તે વાતને જાહેર કરવાની મારી જવાબદારી છે. બંધારણ સભામાં અમારા પક્ષનો કોઈ સભ્ય નહોતો. તેમાં દેશભરમાંથી ઉત્કૃષ્ટ લોકો હતા.

હું સંતોષના માર્ગને અનુસરું છું

જ્યારે વડા પ્રધાનને ફરી એકવાર પૂછવામાં આવ્યું કે શું તેમના ચૂંટણી ભાષણોમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા નથી, તો તેમણે કહ્યું, ‘ભાજપ ક્યારેય લઘુમતીઓ વિરુદ્ધ નથી રહ્યો. માત્ર આજે જ નહીં, ક્યારેય નહીં.’ તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તુષ્ટિકરણના રસ્તે ચાલે છે, હું સંતોષના માર્ગને અનુસરું છું.

તેમણે કહ્યું, ‘તેમની રાજનીતિ તુષ્ટિકરણની છે, મારી રાજનીતિ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની છે. અમે સર્વ ધર્મ સમભાવમાં વિશ્વાસ રાખીએ છીએ અમે દરેકને સાથે લઈ ચાલવા માંગીએ છીએ. અમે કોઈને પણ વિશેષ નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી  દરેકને સમાન ગણીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button