ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘સરકાર બનાવવામાં થોડું જલ્દી કરો….’ NDAની બેઠકમાં નીતિશ કુમારે આવું કેમ કહ્યું? NDAમાં ફૂટ પડી શકે છે?

નવી દિલ્હી: INDIA ગઠબંધન(INDIA alliance) લોકસભા ચૂંટણી 2024માં આગે કુચ કર્યા છતાં, NDA ગઠબંધન સરકાર બનાવવામાં સફળ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે સપથ લેવા તૈયાર છે, NDAના સાથી પક્ષોએ હિન્દીમાં ત્રણ ફકરાનો ઠરાવ અપનાવ્યો અને કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરે છે. નરેન્દ્ર મોદી સરકારના અન્ય પ્રધાનો સાથે શપથ ગ્રહણ કરશે.

એવામાં ગઈકાલે દિલ્હીમાં મળેલી બેઠક બાદ INDIA ગઠબંધને ચેતવણીમાં આપી હતી કે લોકો ભાજપની આગેવાની હેઠળની સરકાર નથી ઇચ્છતા, અમે યોગ્ય સમયે યોગ્ય પગલા લેશું.

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કિંગમેકર ગણાતા બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારએ NDAની બેઠકમાં સરકારની રચના પર ઝડપથી કામ કરવા સુચન કર્યું હતું. જેના કારણે એવી ચર્ચાએ જોર પકડ્યું છે NDAમાં ફૂટ પડી શકે છે.

નીતીશ કુમારની જેડી(યુ) એ બિહારમાં 12 લોકસભા બેઠકો જીતી છે, બેઠક દરમિયાન તેમણે કથિત રીતે નરેન્દ્ર મોદીને કહ્યું કે સરકારની રચનામાં વિલંબ કરવો જોઈએ નહીં, એકહેવલ મુજબ તેમણે કહ્યું કે “આપણે શક્ય તેટલી વહેલી તકે સરકારની રચના કરવી જોઈએ, થોડું જલદી કરો.”

એક અહેવાલમાં સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે NDAની બેઠક દરમિયાન કેબિનેટની રચના પર કોઈ ચર્ચા થઈ નથી, કોઈ વાટાઘાટો થયા નથી. નીતીશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી સાત તબક્કા લાંબી ચાલી હોવાથી સરકારની રચનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવી જોઈએ.

અહેવાલ મુજબ ભાજપના કાર્યસૂચિમાં કેટલાક મુદ્દાઓ છે કે જેનાથી કેટલાક સભ્યો અસંમત હોઈ શકે છે જેના માટે ગઠબંધનમાં વ્યાપક ચર્ચાની જરૂર પડશે.

તેલુગુ દેશમ પાર્ટી(TDP)એ 16 લોકસભા બેઠકો જીતી છે, પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, સતત ત્રણ વખત ચૂંટણી જીતવી એ કોઈ સામાન્ય ઘટના નથી.

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંનેની પાર્ટી મળીને 28 બેઠકો છે, આથી ભાજપ માટે બંનેની માંગોનું ધ્યાન રાખવું અનિવાર્ય રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button