
હાલમાં સૌની નજર Budget-2024 પર છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામણના પેટારામાંથી કોની માટે શું શું નીકળી રહ્યું છે તેના પર સૌની નજર છે, પરંતુ આ સાથે તેમની સાડીનો રંગ પણ દર બજેટમાં ચર્ચાનો વિષય બને છે. મોટે ભાગે લાલ, લીલી, ઓરેન્જ એવી રંગ-બેરંગી કે ડાર્ક કલરની સાડી પહેરતા નિર્મલા સીતારામણે આ વખતે અલગ એવો ઓફ વ્હાઈટ કે ક્રીમ કલર પસંદ કર્યો છે. સાથે મેજન્ટા એટલે કે જાંબલી કલરના બ્લાઉઝને કોન્ટ્રાસ્ટ મેચિંગ કર્યું છે. તેમની સાડીની બોર્ડર પિંકીશ મેજન્ટા અને ગોલ્ડન છે. સીતારામણ આ સાડીમાં જાજરમાન લાગી રહ્યા છે.
ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ હવે તેઓ વર્ષભરનું બજેટ રજૂ કરી રહ્યા છે અને દરેક માટે કંઈક ને કંઈક લાવ્યા છે ત્યારે તેમનો સાડીનો રંગ પણ આવું જ કંઈક સૂચવી રહ્યો છે.
ક્રીમ કલર શાંતિનું પ્રતીક તો છે જ, પણ સાથે ઉદારતાનું પ્રતીક પણ છે. મોદી સરકાર આ વખતે દરક માટે કંઈક નવું લાવે તેવી અપેક્ષા છે અને તે પૂરી કરવાના હોય તેમ લાગી રહ્યું છે.
સામાન્યા રીતે બજેટ સમયે સૂટકેશમાં આવતા નાણા પ્રધાન આ વખતે રેડ કલરના ક્યૂટ પાઉચ સાતે આવ્યા છે, જેમાં બજેટની વિગતો છે.
વચગાળાના બજેટ સમયે તેઓ બ્લુ રંગની સિલ્ક સાડીમાં આવ્યા હતા. સીતારમણે તેમનું સાતમું બેજટ આજે રજૂ કર્યું છે.