નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારની શરૂઆત આજે નરમાઇ સાથે થઈ છે. ગિફ્ટ નિફ્ટી અને એશિયાના બજારો ના નબળા સંકેત પાછળ ઊંચે મથાળે વેચવાલી જોવાઈ છે. જોકે આંતરિક ટોન અત્યારે મક્કમ રહ્યો છે. સેન્સેકસ ઊંચી સપાટી સામે ૨૭૦ પોઇન્ટ નીચે ગબડ્યો છે, પરંતુ હજુ સુધી ૭૩૦૦૦ની સપાટી પકડી રાખી છે. એ જ રીતે નિફ્ટીએ ૨૨,૧૦૦ની સપાટીને સ્પર્શ કરીને પીછેહઠ જરૂર કરી છે, પરંતુ ૨૨,૦૦૦ની સપાટી ગુમાવી નથી.
દરમિયાન આજે ઘણી મહત્વના પરિણામ જાહેર થશે, જેમાં સૌથી વધુ અસર એચડીએફસી બેંકના પરિણામની જોવા મળી શકે છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની, એલ એન્ડ ટી ટેકનોલોજી સર્વિસ, ફેડરલ બેંક, ગેલેન્ટ ઈસ્પાત, ગોવા કાર્બન, હેથવે કેબલ એન્ડ ડેટાકોમ, હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, જિંદાલ સો, લોટસ ચોકલેટ, બેંક ઓફ મહારાષ્ટ્ર, સીઈઈ ઈન્ફો સિસ્ટમ્સ, ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ, નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, ન્યુજેન સોફ્ટવેર ટેક્નોલોજીસ અને TV18 બ્રોડકાસ્ટ 16 જાન્યુઆરીએ ડિસેમ્બર FY24 ક્વાર્ટરની કમાણી પહેલાં ફોકસમાં રહેશે.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો