ધર્મશાળા: અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો, ત્યાર બાદ આજે અહી રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડે હરાવીને વન ડે વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો અપસેટ સર્જાયો છે.
ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઇનીંગમાં નેધરલેન્ડે 245 (43 ઓવરમાં) રન માંર્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 42.5 ઓવરમાં 207 રને ઓલઆઉટ થયું હતું. આફ્રિકા વતીથી મિલર સિવાય એક પણ બેટર નોંધપાત્ર પ્રદર્શન કરી શકયા નહોતા.
નેધરલેન્ડ વતી લોગાન વાન બીકે ત્રણ વિકેટ ઝડપી હતી. આર કલેનની જગ્યાએ લોગાન વાન બીકને આજે રમવાની તક મળી હતી. એના સિવાય અન્ય બોલરને બે બે વિકેટ મળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સર્વાધિક 43 રન બનાવ્યા હતા. એના સિવાય કેશવ મહારાજે 40 રન બનાવ્યા હતા. કલાસને 28 રન, ડી કોકે 20 રનનુ યોગદાન આપ્યું હતું.
જોકે, આજે વરસાદના કારણે 43-43 ઓવરની મેચ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ વન-ડેમાં 150 વિકેટ પુરી કરી હતી. બીજી બાજુ નેધરલેન્ડ વતીથી સ્કોટ એડવર્ડ્સના અણનમ 78 રન બાદ બોલરના શાનદાર પ્રદર્શનની મદદથી નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકા સામે 38 રને વિજય મેળવ્યો છે. નેધરલેન્ડ્સે 43 ઓવરમાં 8 વિકેટે 245 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 207 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ દિલ્હીમાં રમાયેલી પહેલી મેચમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે 428 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યા બાદ 102 રનથી જીત મેળવી હતી.
આ પછી ઓસ્ટ્રેલિયાને લખનઉમાં હાર આપી હતી. દક્ષિણ આફ્રિકાએ બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ટોપ ઓર્ડર બેટ્સમેન રાસી વાન ડેર ડ્યુસેન અને એડન માર્કરામે પ્રભાવિત કર્યા છે.
ત્રણેયએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી જ્યારે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. નેધરલેન્ડે ટી-20 વર્લ્ડ કપ 2009માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને