ટોપ ન્યૂઝનેશનલ

NEET-UG ના 1,563 ઉમેદવારોની છ શહેરમાં આજે પરીક્ષા, શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહેશે

નવી દિલ્હી : દેશમાં અઠવાડિયાથી ચાલી રહેલા નીટ પેપર લીકના(Paper Leak)આક્ષેપો વચ્ચે 6 શહેરમાં આજે ફરીથી નીટ યુજી (NEET-UG)પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા માત્ર 1,563 ઉમેદવારો માટે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેશે. આ પુન: પરીક્ષા બપોરે 2 થી 5:20 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં ગ્રેસ માર્કસ મેળવનાર ઉમેદવારો જ NEET-UG પુનઃ પરીક્ષામાં હાજર રહેશે.

67 વિદ્યાર્થીઓએ 720 માર્કસ મેળવ્યા છે

NEET-UG પરીક્ષા 05 મે, 2024 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પેપર લીક થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પેપર લીકનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. છેલ્લી પરીક્ષામાં ગ્રેસ માર્કસ પાછા ખેંચાયા બાદ ફરીથી મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે. NEET UG માં કુલ 67 વિદ્યાર્થીઓએ 720 માંથી 720 ગુણ મેળવ્યા હતા. તેમાંથી 6 વિદ્યાર્થીઓ એક જ કેન્દ્રના હતા. આ પછી આ પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા.

NEET-PG પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

જ્યારે શનિવારે મોડી સાંજે કેન્દ્ર સરકારે રવિવારે યોજાનારી NEET-PG પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે . સરકારે કહ્યું કે ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં અને પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે લેવામાં આવ્યો છે.

પ્રદીપ સિંહ ખારોલાને NTAના ચીફ બનાવાયા

સ્થાને નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી પ્રદીપ સિંહ ખારોલાની નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયા સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને NTAની રચના અને કાર્યપદ્ધતિ અંગે ભલામણો કરવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button