અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, મુખ્ય પ્રધાન આવશે વધામણા કરવા

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી માત્ર છ સેમી જેટલો બાકી રહી ગયો હતો ત્યારે જ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી ગઇ હતી અને ડેમના પાંચ દરવાજા ખોલી આવક કરતાં પાણીની જાવક વધારી દેવામાં આવી હતી. આજે સોમવારે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચે તેવી શક્યતાઓ છે ત્યારે બીજી તરફ સીએમ પણ આ અવસરના વધામણાં કરવા આવે તેવી સંભવનાઓ છે.

ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ઉપરવાસમાંથી આવતાં પાણીને નદીમાં છોડી દેવામાં આવે છે. રવિવારના રોજ પાણીની આવકની સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટી વધીને 138.60 મીટર સુધી પહોંચી ગઇ હતી પણ સાંજે સાત વાગ્યા બાદ ડેમના પાંચ દરવાજાઓ ખોલી પાણીની જાવક વધારી દેવામાં આવતાં સપાટીમાં ઘટાડો શરૂ થઇ ગયો હતો.

સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટર પર છે, આજે પાણીની આવક 81,508 ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના ત્રણ ગેટ 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને ડેમની જળ સપાટી આજે 138.61 મીટરે પહોંચતા હવે માત્ર છ સેન્ટીમીટર ડેમ ખાલી રહ્યો છે, ત્યારે સીઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1લી ઓક્ટોબર 2024 એટલે કે આવતીકાલે ભરાવવાની સંભાવના છે.

આ પણ વાંચો : ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! ગુજરાતમાં ત્રણ દિવસ આવું વાતાવરણ રહેશે

મધ્યપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની અસર નર્મદા ડેમ પર જોવા મળી છે. 11મી ઓગષ્ટથી ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં સતત પાણી આવી રહયું છે. નર્મદા ડેમની સપાટી 138.61 મીટર સુધી પહોંચી જતાં 2019, 2020, 2022 અને 2023 બાદ 2024માં પણ ડેમ 138.68 મીટરની સપાટીથી ભરાઇ તેમ જણાઈ રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા