ટોપ ન્યૂઝનેશનલ

Dussehra: PM મોદીએ દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છા; રક્ષામંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન

નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ પર્વ શારદિય નવરાત્રીના સમાપન બાદ દશમના દિવસે વિજયા દશમીના રૂપે મનાવવામાં આવે છે. આ તહેવારને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરીને દેશવાસીઓને જીતની શુભેચ્છા પાઠવી છે.

વડા પ્રધાને કર્યું ટ્વીટ:
દશેરાની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને લખ્યું કે દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ. મા દુર્ગા અને ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમે બધા જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરો તેવી અભિલાષા.

રક્ષા મંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન:
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીના અવસર પર પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સુકના કેન્ટમાં શસ્ત્ર પૂજા કરી હતી.

મોહન ભાગવતે કર્યું શસ્ત્ર પૂજન:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં ‘શસ્ત્ર પૂજન’ કર્યું હતું. વિજયાદશમી પર્વના સંઘના કાર્યક્રમમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ ભૂષણ ડૉ. કે. રાધાકૃષ્ણ મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ વડા મોહન ભાગવતે સંબોધન કર્યું હતું.

દશેરા એ અધર્મ અને બુરાઈ પર ધર્મની જીતનું પર્વ છે. વિજયાદશમીના દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. વિજયાદશમીનો સંબંધ મા દુર્ગા સાથે પણ છે. નવરાત સુધી યુદ્ધ કર્યા બાદ આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. દર વર્ષે આસો માસના શુક્લ પક્ષની દશમના દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. વિજયાદશમી પર દેશભરમાં રાવણનું દહન કરવામાં આવે છે. તેમજ આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button