આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Morbi: ઝૂલતા પૂલ દુર્ઘટનામાં ઓરેવાના મેનેજર અને કોન્ટ્રાકટરને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

મોરબી: મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં (Morbi hanging bridge case), ઝૂલતો પુલ રિપેર કરવાનો કોન્ટ્રાકટર અને ઓરેવાનાં મેનેજર દિપક પારેખને પાસપોર્ટ જમા કરાવી દેવા અને વિદેશ નહીં જવાની શરતે નામદાર હાઇકોર્ટે (Gujarat High Court) જામીન આપ્યા છે. હાઇકોર્ટે દિપક પારેખને ઝૂલતાપૂલ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પૂર્વ મંજૂરી વગર મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવા ઉપરાંત પાસપોર્ટ જમા કરાવી દેવા અને વિદેશ નહીં જવાની પણ શરતે જમીન આપ્યા છે. સાથે જ ઝૂલતો પુલ રિપેર કરવાનો કોન્ટ્રાકટ ધરાવતા આરોપી પ્રકાશ પરમારને પણ હાઇકોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.

આપને જણાવી દઈએ કે ઓક્ટોબર 2022માં મોરબીનો ઐતિહાસિક ઝુલતોપુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલમાં ધકેલી દીધા હતા જે પૈકી અગાઉ મુકેશ દલસીંગભાઇ ચૌહાણ, અલ્પેશ ગલાભાઇ ગોહિલ, દિલીપ ગલાભાઇ ગોહિલ, મનસુખભાઇ વાલજીભાઇ ટોપીયા, મહાદેવભાઈ લાખાભાઇ સોલંકી અને દિનેશ મનસુખરાઇ દવેની રેગ્યુલર જામીન અરજી મંજુર થઇ હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીના મેનજર દિપક નવિંચંદ્ર પારેખ અને ઝૂલતાપૂલનું રીનોવેશન કામ કરનાર કોન્ટ્રાકટર પ્રકાશ પરમારની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી છે.

ઉલ્લેખનીય છે કે નામદાર ગુજરાત હાઇકોર્ટે ઝૂલતા પુલ કેસના આરોપી દિપક દવેની રેગ્યુલર જામીન અરજી મંજુર કરવાના કિસ્સામાં આરોપી દિપક પારેખને ઝૂલતાપૂલ કેસ પૂરો ન થાય ત્યાં સુધી પૂર્વ મંજૂરી વગર મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવા ઉપરાંત પાસપોર્ટ જમા કરાવી દેવા અને વિદેશ નહીં જવાની પણ શરતો મૂકી છે.

ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણી સમયે આરોપી દિપક પારેખના એડવોકેટ દ્વારા દિપક પારેખ ઓરેવા કંપનીમાં માત્ર એડવર્ટાઈઝમેન્ટ અને મીડિયાની કામગીરી જ કરતા હોવાની પણ દલીલ કરવામાં આવી હતી. સાથે જ કોન્ટ્રાકટર પ્રકાશ લજલજી પરમારને પણ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવી વિદેશ નહીં જવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button