ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Pics: મોહમ્મદ શમીએ કારાવી સર્જરી, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી

નવી દિલ્હી: ઈજાને કારણે ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે, હવે આખરે તેમણે સર્જરી કરાવી લીધી છે. શમી જણાવ્યું કે એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. શમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેને સાજા થવામાં સમય લાગશે.

શમીએ સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. શમીએ લખ્યું- હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલ બેડ પર જોવા મળે છે.


સર્જરીના કારણે તે IPL 2024માંથી બહાર થઇ ગયો છે, જેને કારણે ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો છે. શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં પણ રમી શક્યો ન હતો, છેલ્લે તે નવેમ્બરમાં ભારત માટે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો.

https://twitter.com/MdShami11/status/1762172564028182849

શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તેને દુ:ખાવો થતો હોવા છતાં વર્લ્ડ કપમાં રમ્યો હતો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર અસર પડવા ન દીધી.

હાલમાં જ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 ODI અને 24 T20 વિકેટ લીધી છે. શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી.
શમીની સમગ્ર આઈપીએલ કારકિર્દી પણ શાનદાર રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews”