ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સંસદની સુરક્ષાનું ઉલ્લંઘન જેટલું ખતરનાક છે, તેટલું જ ખતરનાક…..

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ભાજપ સંસદીય દળની બેઠક સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિપક્ષના વલણ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે I.N.D.I.A ગઠબંધનનો ધ્યેય અમારી સરકારને ઉથલાવી દેવાનો છે, પરંતુ અમારી સરકારનું લક્ષ્ય દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે કેટલાક પક્ષો કોઈને કોઈ રીતે સંસદમાં થયેલા સુરક્ષા ભંગને સમર્થન આપી રહ્યા છે, આ બાબત એટલી જ ખતરનાક છે જેટલી સંસદની સરક્ષામાં ઊભી થયેલી ક્ષતિઓ ખતરનાક છે. આ ઘટના પર રાજનિતી કરવાને બદલે આપણે વિચાર વિમર્શ કરવો જોઇએ કે આવું કેમ થયું. સંસદની સુરક્ષા માટે સાથે મળીને કામ કરવાનું હોય તેના માટે એકબીજા પર કીચડના ઉછાળવાનો હોય. તેમજ લોકશાહીમાં માનતા તમામ લોકોએ સંયુક્તપણે સંસદમાં સુરક્ષા ભંગની નિંદા કરવી જોઈએ.


ઉલ્લેખનીય છે કે સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટનાને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ બંને ગૃહોના 78 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. અગાઉ પણ 14 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 92 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button