નવી દિલ્હી: Paper leak bill: છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાઓમાં નકલ કરવાના કે સ્પર્ધાત્મક પેપરો ફૂટવાના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો હતો. આ સમસ્યા તંત્ર માટે તો માથાનો દુ: ખાવો હતો જ પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનોની મહેનત પર પાણી ફરી વળતું અને ભોગબનનારની સાથે સાથે વાલીઓ પણ હતાશાનો શિકાર થઈ જતાં હતા. અત્યાર સુધી દેશમાં તેવો કોઈ કાયદો પણ હતો નહીં જેને લઈને આવા જવાબદાર વ્યક્તિ કે આવા સમૂહો પર લગામ રાખી શકાય અને તેને સજા આપી શકાય.
આ મામલે ઉત્તરપ્રદેશની કલ્યાણ સિંહની સરકારમાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલા રાજનાથ સિંહે 1991માં એક પ્રયાસ કરેલો. જેમાં તેને નકલ અધ્યાદેશ તૈયાર કર્યું અને નકલ કરવાને એક ગુનો માનવા લાગ્યા. તે સમયે યુપીમાં નકલ કરવાના કિસાઓ મોટા પ્રમાણમાં થતાં હતા અને એવું માનવમાં આવતું હતું કે તેનો કોઈ જ ઈલાજ નથી. આપને જણાવી દઈએ કે આ માટે પેલા કલ્યાણસિંહ તૈયાર ન હતા પરંતુ તેના મંત્રીના દ્રઢ નિશ્ચયને લઈને પાછળથી રાજી થઈ ગયા હતા.
આ નિયમ લાગુ થયા પછી ઉત્તરપ્રદેશમાં શિક્ષણ પ્રણાલીમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો. પહેલીવાર વિદ્યાર્થીઓને નકલ કરવાના અપરાધમાં જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આ કાયદો લાગુ થયા બાદ 1992માં 12 ધોરણમાં માત્ર 14 ટકા અને હાઇ સ્કૂલમાં માત્ર 30 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા હતા.
સમયાંતરે નકલ કરવી એ એક સંગઠિત અપરાધ અને વેપાર બનતો ગયો. મોદી સરકારે તેને મૂળથી ઉખાડી ફેંકવાનુ મન બનાવી લીધું છે. પેપર લીક વિરુદ્ધમાં મોદી સરકારે સોમવારે લોકસભામાં બિલ પાસ કર્યું છે. આ બિલનું નામ લોક પરીક્ષા (અનુચિત સાધન રોકથામ) બિલ છે.
તેની જોગવાઇઓની જો વાત કરીએ તો આ સંગઠિત અપરાધમાં સામેલ લોકોને ત્રણથી પાંચ લાખ રૂપિયાનો દંડ અને 1 થી 10 વર્ષ કેદની જોગવાઈ છે.આ બિલની ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓને તેની જોગવાઈઓથી દૂર રાખવામાં આવ્યા છે.
આ કાયદા હેઠળ એક હાઇ લેવલ નેશનલ ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવશે. જે ફૂલ પ્રૂફ આઇટી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ ડેવલપ કરશે. સરકારનો ઈરાદો એ છે કે સાચા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ જ ચેડાં ન થવા જોઈએ.