ટોપ ન્યૂઝનેશનલ

મોદી સરકાર કરશે Wakf Act માં મોટા સુધારા, કાલે સંસદમાં રજૂ થઇ શકે છે બિલ

નવી દિલ્હી : મોદી સરકાર વકફ એક્ટમાં(Wakf Act) મોટા સુધારા કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે વકફ એક્ટમાં લગભગ 40 સંશોધનોને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને વકફ પ્રોપર્ટી  બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે.આ 40 સૂચિત સુધારાઓ અનુસાર વકફ બોર્ડની વિવાદિત મિલકતો માટે પણ ફરજિયાત ચકાસણીની દરખાસ્ત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે વકફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ  આવતી કાલે  સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.

મોદી સરકારમાં 5મી ઓગસ્ટની તારીખનું વિશેષ મહત્વ

સૂત્રોનું માનીએ તો સરકાર 5 ઓગસ્ટે વકફ એક્ટમાં સુધારા બિલને સંસદમાં રજૂ કરી શકે છે. મોદી સરકારમાં 5મી ઓગસ્ટની તારીખનું વિશેષ મહત્વ છે. કારણ કે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી, 5 ઓગસ્ટ, 2020 ના રોજ પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું.

વક્ફ બોર્ડને વધુ સત્તાઓ આપી

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર વકફ બોર્ડ પાસે લગભગ 8.7 લાખ મિલકતો છે, એટલે કે વકફ બોર્ડની મિલકત લગભગ 9.4 લાખ એકર છે. 2013 માં  કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે મૂળભૂત વકફ કાયદામાં સુધારો કર્યો અને વક્ફ બોર્ડને વધુ સત્તાઓ આપી.

અગાઉ પણ કેન્દ્ર સરકારે તેની નોંધ લીધી હતી

અગાઉ, કેન્દ્ર સરકારે રાજ્યમાં વક્ફ બોર્ડને કોઈપણ મિલકત પર દાવો કરવા માટે આપવામાં આવેલી વ્યાપક સત્તાઓ અને મોટાભાગના રાજ્યોમાં આવી મિલકતના સર્વેમાં વિલંબને ધ્યાનમાં લીધો હતો. સરકારે મિલકતના દુરુપયોગને રોકવા માટે વકફ મિલકતોની દેખરેખમાં જિલ્લા મેજિસ્ટ્રેટને સામેલ કરવાની શક્યતા પર પણ વિચાર કર્યો હતો. વક્ફ બોર્ડના કોઈપણ નિર્ણય સામે માત્ર કોર્ટમાં જ અપીલ કરી શકાય છે, પરંતુ આવી અપીલો પર નિર્ણય લેવાની કોઈ સમય મર્યાદા નથી. કોર્ટનો નિર્ણય અંતિમ છે. પીઆઈએલ સિવાય હાઈકોર્ટમાં અપીલ કરવાની કોઈ જોગવાઈ નથી.

વક્ફનો અર્થ શું છે?

વક્ફ અરબી શબ્દ વકુફા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કાયમી રહેઠાણ. વકફનો અર્થ થાય છે લોક કલ્યાણ માટે ટ્રસ્ટની મિલકત સમર્પિત કરવી. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વકફ એ મિલકત છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. આ સંપત્તિ વક્ફ બોર્ડ હેઠળ આવે છે.

કોણ દાન કરી શકે છે?

કોઈપણ પુખ્ત મુસ્લિમ વ્યક્તિ મિલકતને વકફ તરીકે  દાન કરી શકે છે. જો કે, વકફ એક સ્વૈચ્છિક ક્રિયા છે, જેના માટે કોઈ જબરદસ્તી નથી. ઇસ્લામમાં દાન માટેનો બીજો શબ્દ જકાત છે. શ્રીમંત મુસ્લિમો માટે આ ફરજિયાત છે. આખા વર્ષની આવકમાંથી 2.5 ટકા બચત જરૂરિયાતમંદોને આપવામાં આવે છે જેને જકાત કહેવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?