ટોપ ન્યૂઝ

મોદી કેબિનેટની મોટી જાહેરાત, હવે ફક્ત આટલા રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર..

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે LPG ગેસ સિલિન્ડરને લઈને વધુ એક મોટી જાહેરાત કરી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ એક ભેટ આપતા મોદી કેબિનેટે એલપીજી સિલિન્ડરની સબસિડીમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે અગાઉ 200 રૂપિયાની વધારાની સબસિડીને બદલે હવે 300 રૂપિયાની સબસિડી મળશે અને હવે લાભાર્થીઓને એક એલપીજી સિલિન્ડરની કિંમત 600 રૂપિયા થશે. 

સરકારે લગભગ 37 દિવસમાં બીજી વખત ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જેનો લાભ 10 કરોડ લાભાર્થીઓને આપવામાં આવશે. આ પહેલા 29 ઓગસ્ટે સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જેનો લાભ દેશના તમામ ગ્રાહકોને મળ્યો હતો.

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં આ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ રક્ષાબંધનના અવસર પર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો હતો. તે સમયે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી વધારીને 400 રૂપિયા કરવામાં આવી હતી. હવે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. ત્યાર બાદ 700 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button