ટોપ ન્યૂઝનેશનલ

ભારતીય નૌકાદળની તાકાત વધારશે મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ, જાણો વિશેષતા?

મુંબઈ: ભારતીય નૌકાદળ (ઇન્ડિયન નેવી)માં મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ (LSAM 9)ને સામેલ કરવામાં આવી છે. આ બાર્જનું નામ છે એમસીએ એલએસએએમ સેવન. આ LSAM 9 બાર્જ બોટને મુંબઈ નૌકાદળના ડોકયાર્ડ આઇએનએસ તુણીરમાં સામેલ કરવામાં આવી છે.

ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવેલી આ બાર્જ બોટ એકજ સમયે આઠ મિસાઇલની સાથે સાથે દારૂગોળાને જહાજો સુધી લઈ જઈ શકાય છે. વિશાખાપટ્ટનમ ખાતે આવેલી મેસર્સ સેકોન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ બાર્જ બોટને તૈયાર કરવામાં આવી છે, જે લગભગ 30 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા પૂરી પાડશે.
નૌકાદળમાં સામેલ કરવામાં આવેલી આ બાર્જ બોટને લીધે નૌકાદાળના જહાજો પર આવશ્યક વસ્તુઓ પહોંચાડવા કે વસ્તુઓને જહાજો પરથી બીજી જગ્યાએ લઈ જવા માટે ભારતીય નૌકાદળની મદદ કરશે. આ ઉપરાંત, દરિયાકિનારાની આસપાસ અને પોર્ટ પર ભારતીય જહાજોને માલ/દારૂગોળાનો પુરવઠો પહોચાડવાનું કામ આ બાર્જ બોટ વડે કરવામાં આવશે. આ બાર્જ બોટને નૌકાદળના નિયમો અને ઇન્ડિયન રજિસ્ટર ઑફ શિપિંગ (IRS)ના નિયમન હેઠળ સ્વદેશી રીતે ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે.

બાર્જ બોટ માટે ડિઝાઇન તૈયાર કરતી વખતે વિશાખાપટ્ટનમ ખાતે નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરી (એનએસટીએલ)માં આ બાર્જ બોટના મોડલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બાર્જ બોટ ભારત સરકારના મેક ઇન ઇન્ડિયાની પહેલને પ્રોત્સાહન આપવાનું કામ પણ કરશે, એવું એક અધિકારીએ જણાવ્યુ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button