ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

માલીમાં સોનાની ખાણમાં બની મોટી દુર્ઘટના 70થી વધુ લોકોના મોત…

માલી: માલીમાં એક મોટી દુર્ઘટના બની છે. ન્યૂઝ એજન્સી એફપીના અહેવાલ મુજબ સોનાની ખાણ ધસી પડવાને કારણે 70થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બુધવારે બની હતી. માલી વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. આ દેશ આફ્રિકામાં સોનાના મુખ્ય ઉત્પાદકોમાંનો એક છે. આ દુર્ઘટના એવા વિસ્તારમાં બની છે જ્યાં હંમેશા ખાણ પડી જવાનો ભય રહે છે. માલીના ખાણ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં ઘણા ખાણિયાઓએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કરતા મંત્રાલયે ખાણિયાઓને સલામતી માટે જરૂરી તમામ નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

દક્ષિણ-પશ્ચિમ શહેર કંગાબાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે એટલા જોરથી અવાજ આવ્યો કે અમે કોઈ કંઈ સમજી જ નહોતા શક્યા અને પછી એકદમ જ ધરતી ધ્રૂજવા લાગી હતી. અમે જે બધા બહારની બાજુ હતા તે કંઈ વિચારીએ કે સમજીએ તે પહેલા તો આ વિસ્તારમાં એકદમ નાસભાગ થઈ ગઈ અને અમને થોડી વાર બાદ સમજાયું કે ખાણ ધસી ગઈ છે. જો કે ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં 200થી વધુ સોનાની ખાણો છે. જો ખાણ ધસી ગઈ હતી તેમાં કામદારોની શોધ હજુ ચાલુ છે. હાલમાં ખાણમાંથી 70થી વધારે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.


માલીના ખાણ મંત્રાલયે એક નિવેદનમાં કામદારોના મૃત્યુની જાહેરાત કરી હતી પરંતુ ચોક્કસ આંકડા આપ્યા નહોતા. સરકારે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ સરકારે ખાણના નિયમો અનુસાર જ ખાણમાં જવા વિનંતી કરી છે.


આફ્રિકાએ વિશ્વમાં
સોનાનું ઉત્પાદન કરવામાં ત્રીજો સૌથી મોટો દેશ છે. ત્યારે સોનાનું ઉત્પાદન કરતા માલીમાં આવા અકસ્માતો સામાન્ય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યએ ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળવા માટે આ કારીગર ખાણકામ ક્ષેત્રે કેટલાક નિયમો બનાવવા જોઈએ. જેથી કામદારોની સુરક્ષા જળવાઈ રહે.
ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશન અનુસાર માલી સોનાનો સૌથી વધારે નિકાસ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…