મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોની પાત્રતા મામલે બે લાખ પાનાંના દસ્તાવેજો તૈયાર

નાગપુરઃ શિવસેનાના ધારાસભ્યની પાત્રતા કે અપાત્રતાના કેસમાં 2 લાખ પાનાના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી એક અહેવાલ દ્વારા મળી છે. 34 અરજીઓને છ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય દ્વારા સુનાવણીની કાર્યવાહી 20 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
21થી 31 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પરિણામનું લેખન લગભગ અશક્ય છે. લેખિત પરિણામ આપવામાં વધુ સમય લાગી શકે છે. વિધિમંડળએ એક હજારથી વધુ પ્રશ્નોના જવાબો વાંચવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ કેસમાં આગળ શું થશે? તેના પર મહારાષ્ટ્રની રાજકીય સ્થિરતા ટકેલી છે. રાજ્યમાં ફરી કોઈ નવાજૂની ન થાય તે પણ જોવાનું રહ્યું.
ધારાસભ્યની ગેરલાયકાતના કેસમાં ચુકાદો આવવામાં થોડો વધુ સમય લાગી શકે છે. દસ્તાવેજો નાગપુરથી મુંબઈ લઈ જવામાં સમય લાગશે. પરિણામે, છ ચુકાદાઓ આપવા માટે વધુ સમય માંગવાની હિલચાલ કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે વિધાનસભા દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી 3 અઠવાડિયાનો સમય માંગવામાં આવશે. વિધાનસભા આજકાલમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે તેવી શક્યતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દરમિયાન ઠાકરે જૂથના નેતા સુનીલ પ્રભુએ આ ધારાસભ્ય અયોગ્યતા કેસ કહ્યું હતુ કે ઠાકરે જૂથના ધારાસભ્યો માટે અલગ ન્યાય અને શિંદે જૂથના ધારાસભ્યો માટે અલગ ન્યાય નહીં ચાલે. મારી 6 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી. અહીં તેઓ 3 દિવસમાં 5 થી 6 લોકોની પૂછપરછ પૂરી કરે છે. આ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ સુનાવણી સમયસર પૂર્ણ કરો, તેવી માગણી પણ તેમણે કરી છે.
શિવસેનાના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસની સુનાવણીએ વેગ પકડ્યો છે. સુપ્રીમ કોર્ટએ શિવસેનાના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસમાં 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. કોર્ટએ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નિર્દેશ આપ્યા છે. તેમના દ્વારા થયેલા વિલંબની ઝાટકણી કાઢતા અગાઉ કોર્ટએ વિધાનસભાના અધ્યક્ષને કડક શબ્દોમાં કહ્યું હતું કે આ મામલામાં અમારે નિર્ણય લેવો પડશે. આથી 31 ડિસેમ્બર સુધીમાં વિધાનસભાના અધ્યક્ષ શું નિર્ણય લેશે તેના પર સૌનું ધ્યાન છે.