ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, ધુતુમ ગામ પાસે ડેમ તૂટી પડતાં 4 બાળકો કાટમાળ નીચે દટાયા, 2નાં મોત

રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ઉરણ પાસે ડેમ તૂટી પડતાં બે બાળકોનાં મોત થયાં હતાં, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે બ્રિજ ધરાશાયી થયા બાદ ચારેય બાળકો ફસાયા હતા, જેમાંથી બેના મોત થયાની પુષ્ટિ થઈ છે. ઘટનાની વધુ વિગતો શેર કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાકીના બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધુતુમ ગામ પાસે આ ઘટના બની હતી. આ ઘટના બનતા જ પોલીસ તેમજ આસપાસના વિસ્તારના નાગરિકો પણ દોડી આવ્યા હતા અને પુલ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ચોંકાવનારી ઘટના ઉરણ તાલુકામાં બની છે. આ જૂનો પુલ ખેતર સુધી પહોંચવા માટે બનાવવામાં આવ્યો હતો. આ પુલ 40 થી 50 વર્ષ જૂનો હતો. આદિવાસી વિસ્તારના આ ચાર બાળકો માછલી પકડવા ગયા હતા. ત્યારે આ પુલ અચાનક ધરાશાયી થયો હતો, અને માછીમારી કરવા ગયેલા ચાર બાળકો આ પુલના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.


આ દુર્ઘટનામાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ અવિનાશ સુરેશ મીરકુટે અને રાજેશ લક્ષ્મણ વાઘમારે તરીકે થઈ છે. ગુરુ સદાનંદ કાતકરી અને સૂરજ શ્યામ કાતકરી ગંભીર રીતે ઘાયલ છે. બેઉ ઘાયલ બાળકોને સારવાર માટે કામોથેની એમજીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button