Mahakumbh 2025 Begins After 144 Years
ટોપ ન્યૂઝનેશનલ

મહાકુંભની થઈ શરૂઆત, 144 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ…

સંગમ તટ પર ચારેબાજુ હર હર મહાદેવનો નાદ સંભળાઈ રહ્યો છે

પ્રયાગરાજઃ આજથી પ્રયાગરાજમાં મહાકુંભની (Mahakumbh 2025) શરૂઆત થઈ છે. ગ્રહોની સ્થિતિ ખૂબ દુર્લભ સંયોગ બની રહ્યો છે. 144 વર્ષ બાદ મહાકુંભમાં સમુદ્ર મંથન યોગ બની રહ્યો છે. બુધાદિત્ય યોગ, કુંભ યોગ, શ્રવણ નક્ષત્ર સાથે જ સિદ્ધિ યોગમાં ત્રિવેણી તટ પર શ્રદ્ધાળુ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : Mahakumbh Special: કુંભમાં જોવા મળશે ગંગા અવતરણ અને કુંભની મહાકથા!

વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓના એક ગ્રુપે પણ પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભમાં પ્રથમ સ્નાને લઈ વૃદ્ધોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ વૃદ્ધો આસ્થા સાથે ડૂબકી લગાવવા આવ્યા હતા.

દરરોજ એક કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી

મહાકુંભમાં ગંગા, યમુના અને કલ્પિત સરસ્વતીના સંગમ પર દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચશે. આ વખતે મહાકુંભમાં આશરે 45 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ છે. એટલે કે દરરોજ એક કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવવાનું અનુમાન છે.

આજે પ્રથમ શાહી સ્નાન હોવાથી સંગમ પર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. આ મેળામાં દેશના જાણીતા કલાકારો તેમની પ્રસ્તુતિ આપશે, 16 જાન્યુઆરીએ પ્રસિદ્ધ ગાયક શંકર મહાદેવન ગંગા પંડાલમાં પ્રસ્તુતિ આપશે. જ્યારે 24 ફેબ્રુઆરીએ મેળાના સમાપન પર જાણીતા ગાયક મોહિત ચૌહાણ પ્રસ્તુતિ આપશે.

હેલિકોપ્ટર રાઈડથી મેળાની ભવ્યતાનો માણી શકાશે હવાઇ નજારો

આયોજનને ખાસ બનાવવા મહાકુંભ મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓ પર ગુલાબથી પુષ્પવર્ષા થશે. તંત્ર દ્વારા હેલિકોપ્ટરના માધ્યમથી સંગમ વિસ્તાર એટલે કે 4000 હેક્ટરમાં ફેલાયેલા મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ માટે આશરે 20 ક્વિન્ટલ ગુલાબની પાંખડીનો ઉપયોગ કરવામાં આવશે.

મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓને આકર્ષિત કરવા હેલિકોપ્ટર રાઈડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું ભાડું 3000 રૂપિયાથી ઘટાડીને 1296 રૂપિયા પ્રતિ વ્યક્તિ કરામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું, 7-8 મિનિટની આ હેલિકોપ્ટર રાઇડ આજથી શરૂ થશે. જેમાં પર્યટક પ્રયાગરાજ શહેરની ઉપરથી મહાકુંભ મેળાની ભવ્યતાનો હવાઇ નજારો માણી શકશે.

મહાકુંભમાં ક્યારે ક્યારે થશે શાહી સ્નાન

મહાકુંભ 2025 અનેક રીતે ખાસ માનવામાં આવે છે. મહાકુંભમાં શાહી સ્નાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. આ વખતે છ શાહી સ્નાન થશે.

13 જાન્યુઆરી – પ્રથમ શાહી સ્નાન
14 જાન્યુઆરી – બીજું શાહી સ્નાન
29 જાન્યુઆરી- ત્રીજું શાહી સ્નાન
3 ફેબ્રુઆરી – ચોથું શાહી સ્નાન
12 ફેબ્રુઆરી – પાંચમું શાહી સ્નાન
26 ફેબ્રુઆરી – છઠ્ઠું શાહી સ્નાન

Back to top button