ટોપ ન્યૂઝનેશનલ

મોંઘવારીથી રાહતઃ LPG સિલિન્ડર આજથી આટલો રૂપિયા સસ્તો થયો, પણ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹39.50નો ઘટાડો કર્યો છે.

હવે દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 1757.50 રૂપિયામાં મળશે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતમાં ઘટાડો આજથી એટલે કે 22મી ડિસેમ્બરથી લાગુ થશે.

એલપીજીની કિંમતમાં ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કમર્શિયલ એલપીજી યુઝર્સને થોડી રાહત મળી છે. અગાઉ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1796.50 રૂપિયા, મુંબઈમાં 1749 રૂપિયા, કોલકાતામાં 1908 રૂપિયા અને ચેન્નાઈમાં 1968.50 રૂપિયા હતી. 39.50 રૂપિયાના ભાવ ઘટાડા બાદ કમર્શિયલ સિલિન્ડર હવે કોલકાતામાં 1869 રૂપિયા, મુંબઈમાં 1710 રૂપિયા અને ચેન્નાઈમાં 1929.50 રૂપિયામાં કમર્શિયલ એલપીજી મળશે.


છેલ્લા કેટલાક સમયથી કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ દર મહિને વધઘટ થઈ રહી છે. અગાઉ પણ પહેલી ડિસેમ્બરે 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તેમ જ 16 નવેમ્બરના રોજ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 57 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘરેલું એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો ઓગસ્ટ બાદ તેના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


છેલ્લી વખત 30 ઓગસ્ટ 2023ના રોજ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર બિન-સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા અને મુંબઈમાં 902.50 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં LPG ગેસની કિંમત 918.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

ઉલ્લેખનીય છે કે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમતોમાં થતી વધઘટ પર નિર્ભર કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button