બે કલાકના મતદાનના આંકડાઓમાં પશ્ચિમ બંગાળ મોખરે, ક્યાંક પત્થર મારો, તો ક્યાક CRPF જવાનનું મૃત્યુ, અહી વાંધો તમામ અપડેટ્સ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Loksabha Election 2024 Live Update) આજે પ્રથમ તબક્કાના બે કલાકના આંકડાઓ બહાર આવ્યા છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બે કલાકના મતદાનમાં પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે. મતદારો લાંબી લાંબી લાઈનોમાં મતદાન કરવા ઊભા રહ્યા છે.
પ્રથમ બે કલાકના આંકડાઓની પર જો નજર કરવામાં આવે તો નીચે પ્રમાણે છે
- પશ્ચિમ બંગાળ- 15.9%
- મધ્ય પ્રદેશ- 14.12%
- ત્રિપુરા- 13.62%
- મેઘાલય-12.96%
- ઉત્તર પ્રદેશ-12.22%
- છત્તીસગઢ-12.02%
- આસામ- 11.15%
- રાજસ્થાન- 10.67%
- જમ્મુ અને કાશ્મીર-10.43%
- ઉત્તરાખંડ- 10.41%
- મિઝોરમ-9.36%
- બિહાર- 9.23%
- આંદામાન-8.64%
- તમિલનાડુ- 8.21%
- નાગાલેન્ડ-7.79%
- મણિપુર-7.63%
- પુડુચેરી- 7.49%
- મહારાષ્ટ્ર- 6.98%
- સિક્કિમ-6.63%
- લક્ષદ્વીપ-5.59%
- અરુણાચલ પ્રદેશ- 4.95%
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પથ્થરબાજીનો મામલો સામે આવ્યો છે. અહીં ચાંદમારી સ્થિત મતદાન કેન્દ્રની સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે.જ્યારે મતદાન શરૂ થાય તે પહેલા પશ્ચિમ બંગાળના માથાભાંગામાં એક મતદાન મથકના બાથરૂમમાંથી CRPF જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેને માથામાં ઈજા થઈ હતી. પ્રાથમિક માહિતીમાં તે બાથરૂમમાં પડી ગયો હોવાનું બહાર આવ્યું છે.