ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024: BSP એ જાહેર કરી 16 ઉમેદવારોની યાદી, જાણો કોણ ક્યાથી લડશે?

નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીએ 16 ઉમેદવારોની યાદી જાહેર કરી છે (BSP 16 Candidate list). પાર્ટીએ સહારનપુર લોકસભા સીટ પરથી માજિદ અલીને મેદાનમાં ઉતાર્યા છે, જે કોંગ્રેસના ઈમરાન મસૂદ સાથે ટક્કર કરશે. બસપાએ અમરોહા સીટ પરથી મુદાહિદ હુસૈનને ટિકિટ આપી છે અને કોંગ્રેસ તરફથી બીએસપીના પૂર્વ નેતા દાનિશ અલી મેદાનમાં છે.

1- સહારનપુર- માજિદ અલી
2- કૈરાના- શ્રીપાલ સિંહ
3- મુઝફ્ફરનગર- દારા સિંહ પ્રજાપતિ
4- બિજનૌર- વિજેન્દ્ર સિંહ
5-નગીના (SC)- સુરેન્દ્ર પાલ સિંહ
6- મુરાદાબાદ- મોહમ્મદ ઈરફાન સૈફી
7 – રામપુર- જીશાન ખાન
8- સંભાલ- શૌલત અલી
9- અમરોહા- મુજાહિદ હુસૈન
10-મેરઠ-દેવવ્રિત ત્યાગી
11- બાગપત- પ્રવીણ બંસલ
12- ગૌતમ બુદ્ધ નગર- રાજેન્દ્રસિંહ સોલંકી
13- બુલંદશહર (SC)- ગિરીશ ચંદ્ર જાટવ
14-આમલા- આબિદ અલી
15- પીલીભીત- અનીસ અહેમદ ખાન ઉર્ફે ફૂલબાબુ
16- શાહજહાંપુર (SC)- ડૉ. ડોદ્રમ વર્મા

આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, જેને અમે અપડેટ કરી રહ્યા છીએ, આ પેજને રિફ્રેશ કરતાં રહો સંજીવ બાલ્યાન છેલ્લા દસ વર્ષથી આ બેઠક પર ભાજપના સાંસદ છે અને હાલમાં કેન્દ્રીય મંત્રી છે. આ સીટ પર સમાજવાદી પાર્ટીએ હરેન્દ્ર મલિકને ટિકિટ આપી છે. બસપાએ ગૌતમ બુદ્ધ નગરથી રાજેન્દ્ર સિંહ સોલંકીને ટિકિટ આપી છે, જેઓ સમાજવાદી પાર્ટીના રાહુલ અવાના સામે ચૂંટણી લડશે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 સીટો છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં, બસપાએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, જેમાં પાર્ટીને 10 બેઠકો મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button