ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા સંગ્રામઃ ભ્રષ્ટાચાર મુદ્દે જેલમાં બંધ છે અનેક દિગ્ગજ નેતા, કઈ રીતે લડશે આરપારની લડાઈ?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે મોડી રાત્રે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહિત તમામ વિરોધ પક્ષોએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. વિપક્ષી દળોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિપક્ષી પાર્ટીઓના અગ્રણી નેતાઓને પ્રચાર કરતા રોકવા માંગે છે, તેથી વિપક્ષી નેતાઓને પસંદગીપૂર્વક જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે.

હવે રાજકીય વર્તુળોમાં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાજપ રાજકીય દ્વેષથી વિરોધ પક્ષોને નિશાન બનાવી રહી છે કે પછી ખરેખર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કેન્દ્ર સરકારની કાર્યવાહી થઈ રહી છે. બીજી તરફ પીએમ મોદીએ 2014માં સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પીએમ મોદી અવારનવાર ચૂંટણી મંચો પર કહે છે કે સરકારની ભ્રષ્ટાચારને લઈને ઝીરો ટોલરન્સની નીતિ છે. બીજી તરફ જે વિપક્ષી નેતાઓ ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યા છે, તેમના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આવી જાણીએ કે કયા દિગ્ગજ નેતાઓ હાલ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે.

EDએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 30 મે, 2022ના રોજ દિલ્હીના પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે તેણે તેની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા નાણાંની લોન્ડરિંગ કરી હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શેલ કંપનીઓ દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ જમીન ખરીદવા અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈને સોમવારે 18 માર્ચે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જૈન 26 મે, 2023 થી મેડિકલ જામીન પર હતા.

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની 15 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) MLC કવિતાના ઘરે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં દરોડા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. થોડા કલાકો સુધી ચાલેલી શોધખોળ બાદ ED અધિકારી તેમની સાથે દિલ્હી જવા રવાના થયા હતા. કવિતાની ધરપકડની માહિતી ફેલાતાં જ તેના ઘરની બહાર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ કાર્યવાહી પર ભારત રાષ્ટ્ર સમિતિના નેતાઓએ સવાલો ઉઠાવ્યા હતા, તેમણે આ ધરપકડને ગેરકાયદે ગણાવી હતી.

તે જ પ્રકારે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ED દ્વારા કથિત જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની જેમ EDએ તેમને પણ 10 સમન્સ જારી કર્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પહેલા, તપાસ એજન્સીએ લગભગ 8 કલાક સુધી સોરેનની પૂછપરછ કરી અને પછી તેમની ધરપકડ કરી હતી. EDએ હેમંત સોરેનના ઘરેથી રૂ. 36 લાખથી વધુની રોકડ તેમજ જમીનના કથિત સંપાદન અંગે ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં તપાસ દરમિયાન, CBIએ AAP નેતા મનીષ સિસોદિયાના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ લાંબી પૂછપરછ પછી 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ મની લોન્ડરિંગ હેઠળ આ કૌભાંડમાં તેની તપાસ શરૂ કરી હતી અને સિસોદિયાની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, મનીષ સિસોદિયા અત્યારે જેલમાં છે.

દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં જ આપના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહની ED દ્વારા 4 ઓક્ટોબર, 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યું હતું. સંજય સિંહની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. AAPએ કહ્યું હતું કે સંજય સિંહ સંસદમાં ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.દિલ્હી હાઈકોર્ટે એજન્સી દ્વારા કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યાના થોડા કલાકો બાદ જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પદ પર રહીને મુખ્યમંત્રીની ધરપકડનો આ પહેલો કિસ્સો છે. અધિકારીઓએ જણાવ્યું કે હાઈકોર્ટના આદેશ બાદ તરત જ EDની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી અને સર્ચ હાથ ધર્યું હતું. આ પછી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિ પ્રિયા મલિકની ED દ્વારા રાશન કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 2011 થી 2021 વચ્ચે રાજ્યના ખાદ્ય મંત્રી હતા, તે અત્યારે જેલમાં છે. આ ઉપરાંત ટીએમસીના અન્ય અગ્રણી નેતાઓ, ધારાસભ્યો અને પાર્ટીના મંત્રીઓ જેમ કે મણિક ભટ્ટાચાર્ય, જીવન કૃષ્ણ સાહા અને અનુબ્રત મંડલની શાળા ભરતી કૌભાંડ અને પશુઓની તસ્કરી કૌભાંડમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, હાલ આ કેસ કોર્ટમાં છે.

પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ED દ્વારા જુલાઈ 2022 માં ધરપકડ કરવામાં આવી હતી. બંગાળ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીએ દેશના જુદા જુદા ભાગોમાં દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી હતી, તે અત્યારે જેલમાં છે અને હાલ કોર્ટમાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત