લોકસભા ચૂંટણી: કોંગ્રેસની ચોથી યાદી જાહેર, વારાણસીમાં મોદી સામેના ઉમેદવાર જાહેર
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીએ ત્રણ યાદી બહાર પાડ્યા પછી ગઈકાલે મોડી રાતે ચોથી યાદી બહાર પાડીને દિગ્ગજ નેતાને ટિકિટ આપી છે.
ચોથી યાદીમાં કોંગ્રસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સહિત અજય રાય સહિત 46 ઉમેદવારને ટિકિટ આપી છે. અજય રાયને કોંગ્રેસે વારાણસીથી ટિકિટ આપીને સૌથી મોટો જુગાર રમ્યું છે. વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે.
આ અગાઉ અજય રાય બે વખત મોદી સામે ચૂંટણીમાં હાર્યા હોવા છતાં ફરી ટિકિટ આપીને કોંગ્રેસ જુગાર રમ્યું છે. એના સિવાય, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી મહત્વનાં ઉમેદવારને જાહેર કર્યાં છે પણ ગુજરાતમાંથી કોઈ ઉમેદવારોને ટિકિટ આપી નથી.
દિગ્વિજય સિંહને રાજગઢ, દાનિશ અલીને અમરોહા, વીરેન્દ્ર રાવતને હરદ્વાર અને સહારનપુરથી ઇમરાન મસૂદને ટિકિટ આપી છે. મહારાષ્ટ્રમાં ચાર ઉમેદવારને જાહેર કર્યાં છે, જેમાં રામટેક, નાગપુર, ભન્ડારા-ગોંદિયા અને ગઢચિરોલીનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં સૌથી વધુ મધ્ય પ્રદેશમાંથી ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારની રાજ્યવાર આંકડા આ પ્રમાણે છે. મધ્ય પ્રદેશ-(12), 9 ઉમેદવાર ઉત્તર પ્રદેશમાંથી છે. 2 ઉત્તરાખંડમાંથી, મધ્ય પ્રદેશમાંથી 12 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત, મણિપુર (2), મિઝોરમ (1), રાજસ્થાન (3), તમિલનાડૂ-(7), આસામ (1), અંદામાન (1), ચંદીગઢ (1), જમ્મુ કાશ્મીર (2), ઉત્તર પ્રદેશ (9), ઉત્તરાખંડ (2), બંગાળ (1) સમાવેશ થાય છે. હવે પાંચમી યાદીની પણ હજુ રાહ જોવાની રહેશે.