આ લોકસભા ઉમેદવારો રેકોર્ડ માર્જિનથી જીત્યા, ભાજપના શંકર લાલવાણી ટોચ પર, જુઓ લીસ્ટ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Election result) સ્પષ્ટ થઇ ગયા છે, ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન સત્તા જાળવવામાં સફળ રહ્યું, પરંતુ સામે વિપક્ષી પક્ષોના ગઠબંધ INDIAએ નોંધપાત્ર બેઠકો જીતી. ઘણા ઉમેદવારો છે જેમણે અભૂતપૂર્વ જીત મેળવી છે. ભાજપના ચાર જેટલા ઉમેદવારો સહિત પાંચ ઉમેદવારોએ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ જીતના માર્જિનથી જીતના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
શંકર લાલવાણી (BJP): મધ્યપ્રદેશના ઇન્દોર લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદે 11.72 લાખ મતોના માર્જિનથી જીત મેળવીને સીટ જાળવી રાખી.
રકીબુલ હુસૈન (કોંગ્રેસ): આસામના ધુબરી લોકસભા બેઠક પર કોંગ્રેસના રકીબુલ હુસૈનને 10.12 લાખ મતોના માર્જિનથી જીત મળી.
શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ): મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને મધ્યપ્રદેશના વિદિશાથી ટિકિટ આપવામાં આવી હતી, તેઓ તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતા 8.21 લાખ મતોથી આગળ રહ્યા.
સી.આર. પાટીલ (ભાજપ): ભાજપના ગઢ એવા ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નવસારી મતવિસ્તારમાંથી 7.73 લાખ મતોના માર્જિનથી જીત નોંધાવી, જ્યાંથી તેઓ અહીંથી ચોથી વખત સાંસદ બન્યા છે.
અમિત શાહ (ભાજપ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગુજરાતના ગાંધીનગરના વર્તમાન સાંસદ અમિત શાહે બીજી વખત આ સીટ પર ચૂંટણી લડી હતી, તેઓ 7.44 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા.
આં ઉમેદવારો 5 લાખથી વધુ મતોથી જીત્યા: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશના ગુનાથી 5.40 લાખથી વધુ મતોથી જીત્યા.
પંચમહાલથી રાજપાલસિંહ જાદવ 5.09 લાખ અને વડોદરાના હેમાંગ જોશી 5.82 લાખ, મધ્યપ્રદેશના ભોપાલથી આલોક શર્મા 5.01 લાખ, અને મંદસોરથી સુધીર ગુપ્તા 5.09 લાખ મતોથી જીત્યા
ભાજપના મહેશ શર્મા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરથી 5.59 લાખ મતોથી જીત્યા જ્યારે છત્તીસગઢના રાયપુરથી ભાજપ ઉમેદવાર બ્રિજમોહન અગ્રવાલ 5.75 લાખ મતોથી જીત્યા.