લોકલ ટ્રેનમાં પ્રવાસ કરો છો? આ સમાચાર વાંચીને ખુશીથી ઉછળી પડશો… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈટોપ ન્યૂઝ

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરો છો? આ સમાચાર વાંચીને ખુશીથી ઉછળી પડશો…

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને હવે આ લાઈફલાઈનને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતથી કરોડો પ્રવાસીઓનો લોકલ ટ્રેનનો પ્રવાસ આરામદાયી અને કૂલ કૂલ બની જશે.

મુખ્ય પ્રધાને મુંબઈ લોકલને લઈને મહત્ત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે મુંબઈગરા મેટ્રો જેવા એસી કોચમાં આરામથી પ્રવાસ કરી શકશે અને એ પણ એક પણ રૂપિયો વધારાનો ચૂકવ્યા વિના.

આપણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનની ‘લેટ લતીફી’ માટે આ કારણ છે જવાબદાર

થોડાક દિવસ પહેલાં જ મધ્ય રેલવેના મુંબ્રા ખાતે લોકલ ટ્રેનમાંથી પ્રવાસીઓ પડી જતા થયેલી દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મહત્ત્વની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે લોકલ ટ્રેનમાં ઓટોમેટિક ક્લોઝ્ડ ડોર ના હોવાને કારણે આવી જ દુર્ઘટના થતી હોય છે. મુંબઈગરા ખૂબ જ ખરાબ સ્થિતિમાં પ્રવાસ કરે છે. મેટ્રોના દરવાજા બંધ થઈ જાય છે અને એસી હોય છે એટલે પ્રવાસીઓ સારી રીતે પ્રવાસ કરે છે. દરવાજા ન હોવાને કારણે અકસ્માત થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે પ્રધાન પાસે મુંબઈ લોકલ ટ્રેનના કોચ પણ મેટ્રો જેવા જ હોવા જોઈએ એવી માગણી કરવામાં આવી હતી. આ કોચ ભલે એસી હોય તો પણ ટિકિટભાડામાં એક રૂપિયાનો વધારો નહીં કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી છે.

આપણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ‘અલગ’ ડબ્બો રખાશે, જાણો નવી અપડેટ

આ સંદર્ભે અમે મહત્ત્વના અને સકારાત્મ નિર્ણય લઈ રહ્યા છીએ, ટૂંક સમયમાં જ આ બાબતની જાહેરાત કરવામાં આવશે, એવું પણ વધુમાં તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય પ્રધાનની આ જાહેરાતને જોતા એવું લાગે છે કે ટૂંક સમયમાં જ મુંબઈ લોકલની કાયા પલટ થઈ જશે અને મુંબઈગરાનો પ્રવાસ પણ આરામદાયક બનશે. નવા બેસ્ટ ઓટોમેટિક ક્લોઝ્ડ ડોર ઓસી કોચ અને એ પણ એક રૂપિયો વધારે ચૂકવ્યા વિના.

આ સમયે મુખ્ય પ્રધાન ફડણવીસે મેટ્રો સંદર્ભે પણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મેટ્રો 3ના બે તબક્કા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ કોલાબાથી આરએ જેવીએલઆર એમ આખો રૂટ એક્ટિવ થઈ જશે.

ઓક્ટોબર સુધી આ રૂટ પબ્લિક માટે ખુલ્લો મૂકવાનો પ્રયાસ કરાશે. વિક્રોલીથી મંડાલે, થાણેથી કલ્યાણ અને અન્ય 13 મેટ્રો રૂટનું કામ પ્રગતિના પંથે છે.

વન ટિકિટ સિસ્ટમને કારણે એ જ ટિકિટ પર મેટ્રો, લોકલ, મોનો, બેસ્ટ અને વોટર ટ્રાન્સપોર્ટ એમ એલગ અલગ ટ્રાન્સપોર્ટથી પ્રવાસ કરી શકાશે. આ ટિકિટ વોટ્સએપ પર પણ ઉપલબ્ધ થઈ શકે છે. દરમિયાન આ ટિકિટ ભલે પ્રવાસીઓને વોટ્સએપ પર મળશે, પણ ચૂંટણીની ટિકિટ વોટ્સએપ પર નહીં મળે એવો કટાક્ષણ પણ મુખ્ય પ્રધાન ફડણવીસે કર્યો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button