આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

Baba Siddique Murder: કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે  લીધી હત્યાની જવાબદારી, બે આરોપીની ધરપકડ

મુંબઈઃ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની(Baba Siddique Murder) જવાબદારી લીધી છે.  NCP નેતાની ગત  રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં  પુત્ર જીશાન સિદ્દીકની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યામાં ત્રણ શૂટર્સ સામેલ હતા. ત્રણમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે – ગુરમેલ બલજીત સિંહ, 23, હરિયાણા અને ધરમરાજ કશ્યપ, 19, ઉત્તર પ્રદેશના  અને ત્રીજાની ઓળખ શિવ કુમાર તરીકે થઈ છે. જે યુપીનો પણ છે. એક ચોથો વ્યક્તિ  જે હેન્ડલર હોવાનું માનવામાં આવે છે તે  ફરાર છે.

| Also Read: Baba Siddique death: રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું, આજે રાત્રે થશે દફનવિધિ

નેતાને છાતીમાં ગોળી મારી

આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસ  બની હતી. જ્યારે   બાબા સિદ્દીકી અને તેના સહયોગીને હુમલાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.જેમણે આ નેતાને છાતીમાં ગોળી મારી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારના કલાકો પછી  કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી સ્વીકારી છે.

હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા

| Also Read: કહેવાનું ઘણું છે, પણ…એમ કહી Baba Siddiqueએ Congress સાથેનો છેડો ફાડ્યો

પોલીસને  શંકા છે કે આરોપીઓ બાબા સિદ્દીકીની  પર મહિનાઓથી નજર રાખી રહ્યો હતો. તેમના રહેઠાણ અને ઓફિસની તપાસ હાથ ધરી હતી. પોલીસે ખુલાસો કર્યો કે શંકાસ્પદોને હત્યા માટે દરેકને  રૂપિયા 50,000 અગાઉથી ચૂકવવામાં આવ્યા હતા અને હત્યાના થોડા દિવસો પહેલા જ તેમને હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા.હાલ ધરપકડ કરાયેલા બંને શકમંદો  પોલીસ કસ્ટડીમાં છે અને અન્યની શોધ ચાલુ છે. મુંબઈ પોલીસે પણ સલમાન ખાનના નિવાસ સ્થાનની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker