રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે, આજે રાજ્યની 81માંથી 43 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકો મુખ્યત્વે આદિવાસી પ્રભુત્વ ધરાવતા દક્ષિણ છોટાનાગપુર, ઉત્તર પલામુ અને કોલ્હન વિસ્તારોમાં આવેલી છે.
આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 20 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અને છ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપે તેના મેનીફેસ્ટોના ભાગ રૂપે 25 વચનો ઓફર કર્યા છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનએ શિક્ષણ, નિવાસી નીતિ, સામાજિક ન્યાય, ખોરાક, મૈયા સન્માન યોજના, નોકરીઓ અને ખેડૂતોના કલ્યાણના ક્ષેત્રોમાં ‘સાત ગેરંટી’ આપી છે.
Also read: તાલિબાન સુધારી રહ્યું છે ભારત સાથેના સંબંધો: મુંબઈમાં નિયુક્ત કર્યા રાજદૂત…
મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઝારખંડની રાજધાની રાંચીના મતદાન મથક 16 પર એક મહિલાએ લોકોને મતદાન કરવા અલગ જ રસ્તો અપનાવ્યો હતો. અહીં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન એક મહિલા પરંપરાગત ઢોલ વગાડીને લોકોને મતદાન કરવાની અપીલ કરી રહી છે.
Also read: બુલ્ડોઝર ચાલશે કે અટકશે? આવતીકાલે સુપ્રીમ કોર્ટ આપશે મહત્વનો ચુકાદો…
મત આપ્યા પછી, ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવારે કહ્યું, “મતદાન એ દેશના સૌથી મોટા લોકતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, હું દરેકને તેમના મતનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. હું દરેકને વિનંતી કરું છું કે ‘પહેલા મતદાન કરો, પછી જલપાન કરો.