Jharkhand વિધાનસભા ચૂંટણી પૂર્વે ઇડી એક્શનમાં, આ કેસમાં 17 સ્થળોએ દરોડા

નવી દિલ્હી : ઝારખંડમાં(Jharkhand) વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્વે ઇડી એકશનમાં આવી છે. જેમાં ઇડીએ આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળોએ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં દરોડા પાડયા છે. આ કેસ ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પીએમએલએ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો
જેમાં મળતી માહિતી મુજબ ઇડીના ઝારખંડના અધિકારી બંને પાડોશી રાજ્યમાં કુલ 17 સ્થાનો પર દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે. આ પૂર્વે ઇડીએ સપ્ટેમ્બર માસમાં બાંગ્લાદેશની મહિલાઓ દ્વારા કથિત ઘૂસણખોરી અને તસ્કરી કેસમાં તપાસમાં પીએમએલએ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઘૂસણખોરી અને તસ્કરીથી ગેરકાયદે નાણાં એકત્ર કરવામાં આવે છે. પીએમએલએની વિવિધ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ કેસ રાંચીના બરિયાતુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે.
વસ્તીના પ્રમાણમાં બદલાવ થયો
આ ઉપરાંત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના ચૂંટણી પ્રચારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. આ ઉપરાંત તેમણે વર્તમાન હેમંત શોરેન સરકાર પર ઘૂસણખોરીને વધારો આપવાનો આરોપ પણ લગાવ્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઘૂસણખોરીના લીધે આદિવાસી વસ્તી ધરાવતા સંથાલ પરગના અને કોલ્હાન વિસ્તારમાં વસ્તીના પ્રમાણમાં બદલાવ થયો છે.
આ પણ વાંચો…..Accident in Dehradun: ઈનોવા કાર ટ્રક સાથે અથડાતા છ વિદ્યાર્થીઓના મોત, એક ગંભીર
ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બુધવારે 43 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો પર મતદાન થશે.