ટોપ ન્યૂઝનેશનલ

ED દ્વારા ધરપકડની આશંકાઓ પહેલા ઝારખંડના CMનું રાજીનામું, મુખ્યમંત્રીની ધરપકડ માટે છે આ ખાસ નિયમો

નવી દિલ્હી: ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ કોઈપણ આરોપી ગુનો સાબિત થયા બાદ દોષિત બને છે. આવી સ્થિતિમાં, તેની સિવિલ અને ફોજદારી બંને કેસમાં ધરપકડ કરવામાં આવે છે. પરંતુ જો મુખ્યમંત્રીની ધરપકડ કરવાની વાત આવે છે, તો તેના સંદર્ભમાં અલગ નિયમ છે. સિવિલ પ્રોસિજર કોડ હેઠળ મુખ્યમંત્રીને લઈને અલગ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં વિશેષ પરિસ્થિતિઓમાં ધરપકડ કરવાના નિયમો છે.

કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનની (CM Hemant Soren) 6 કલાકથી પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. રાંચીમાં સીએમ આવાસની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિન્સિપલ સેક્રેટરી અને ડીજીપી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. મુખ્યપ્રધા હેમંત સોરેને તેના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને નવા મુખ્ય મંત્રી તરીકે ચંપઈ સોરેનના નામની ઘોષણા પણ થઈ ચૂકી છે. તેવા હેમંત સોરેનની ધરપકડની અટકળો તેજ બની છે.

આપને જણાવી દઈએ કે સિવિલ પ્રોસિજર 135ની સંહિતા હેઠળ, કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાન પરિષદના સભ્યને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, આ મુક્તિ માત્ર સિવિલ બાબતો માટે છે. જો કોઈ મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ નોંધાયેલ હોય, તો આ છૂટ લાગુ પડતી નથી અને ફોજદારી કેસ હેઠળ ધરપકડ થઈ શકે છે.

જો કોઈ મુખ્યમંત્રીની ફોજદારી કેસમાં ધરપકડ કરવી હોય તો તે પહેલા ગૃહના અધ્યક્ષ પાસેથી મંજૂરી લેવી પડશે. એટલે કે વિધાનસભા અધ્યક્ષની પરવાનગી બાદ જ મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે. એટલું જ નહીં, આ માટે દિવસોનો નિયમ પણ છે.

સિવિલ પ્રોસિજર 135ની સંહિતા હેઠળ, જો વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હોય, તો તેની શરૂઆતના 40 દિવસ પહેલા અને તેના સમાપ્તિના 40 દિવસ પછી મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાતી નથી. તેમજ ગૃહની અંદરથી પણ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાતી નથી.

આપને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પણ EDએ પાંચમી વખત સમન્સ બજવ્યું છે. ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…