ટોપ ન્યૂઝનેશનલ

Jammu Kashmir : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોપ કમાન્ડર બાસિત અહમદ સહિત ત્રણ આંતકીઓ ઠાર

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં(Jammu Kashmir) આતંકવાદીઓ(Terrorist) સાથે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોને (Security Forces) મોટી સફળતા મળી છે. જેમાં દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર બાસિત અહેમદ ડાર(Basit Ahmed) સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે માર્યા ગયેલા અન્ય આતંકવાદીઓની ઓળખ હજુ થઈ નથી. જેમાં સવારે માહિતી મળી હતી કે દારના કુલગામમાં લશ્કર કમાન્ડર બાસિત અહેમદ સુરક્ષા દળોથી ઘેરાયેલો છે.

પોલીસ અને સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન

જેમાં સુરક્ષા દળોને લશ્કરના આતંકીઓના સ્થાન અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેની બાદ સુરક્ષાદળો આ વિસ્તારમાં પહોંચ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો.જેનો સુરક્ષાદળોએ વળતો પણ જવાબ આપ્યો. કાશ્મીર ઝોન પોલીસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટમાં લખ્યું, ‘કુલગામ જિલ્લાના રેડવાની પાઈન વિસ્તારમાં અથડામણ શરૂ થઇ છે. જેમાં પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત ઓપરેશન કરી રહ્યા છે.

4 મેના રોજ આતંકી હુમલો થયો હતો

ઉલ્લેખનીય છે કે, 4 મેના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો હતો. સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ હુમલામાં ભારતીય વાયુસેનાનો 1 જવાન શહીદ થયો હતો, જ્યારે 4 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હુમલો શનિવારે સાંજે થયો જ્યારે એરફોર્સનો કાફલો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યો હતો. આ હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવા અનેમાટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

એક વર્ષમાં બીજી વખત હુમલો થયો

આ વર્ષે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા દળો પર આ પ્રકારનો બીજો હુમલો છે. જાન્યુઆરીમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર ભારે ગોળીબાર કર્યો હતો. સુરક્ષા અધિકારીઓને ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલામાં આતંકવાદીઓના એ જ જૂથની સંડોવણી હોવાની શંકા છે, જેમણે ગયા વર્ષે 21 ડિસેમ્બરે બફલિયાઝ વિસ્તારમાં સૈન્યના વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં ચાર સૈનિકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker