J&K election: મુફ્તી પરિવારનો ગઢ તુટ્યો, આ બેઠક પર મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાની હાર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યા છે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન સરકાર બનાવે એવી પૂરી શક્યતા છે. બીજી તરફ PDPની કરામી હાર થઇ છે. એવામાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti )ની દીકરીએ ઇલ્તિજા મુફ્તી(Iltija Mufti)એ હાર સ્વીકારી લીધી છે. તેણે દક્ષિણ કાશ્મીરના બિજબેહરા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડી હતી. આ બેઠક મુફ્તી પરિવારનો ગઠ માનવામાં આવે છે.
સોશિયલ મીડિયા X પર ઇલ્તિજાએ તેના ચુંટણી પ્રચારની ઝલક આપતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે જનાદેશને સ્વીકારે છે. ઇલ્તિજા મુફ્તીએ પોસ્ટ કર્યું કે “હું જનાદેશ સ્વીકારું છું. બિજબેહરામાં દરેક વ્યક્તિ તરફથી મને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તે હંમેશા મારી સાથે રહેશે. મારા પીડીપી કાર્યકર્તાઓનો આભાર કે જેમણે આ અભિયાન દરમિયાન ખૂબ મહેનત કરી,”
નોંધનીય છે કે, કલમ 370 નાબૂદ થયા બાદ મેહબૂબા મુફ્તીની અટકાયત કરવામાં આવી તે સમય દરમિયાન ઇલ્તિજાએ સ્થિતિ સાંભળી હતી અને રાજકારણમાં સક્રિય થઇ હતી. આ વખતે, મહેબૂબા મુફ્તીએ વિધાનસભાની ચૂંટણી લડી ન હતી, ઇલ્તિજા દક્ષિણ કાશ્મીરમાં પાર્ટીનો ચહેરો હતી.
ઓગસ્ટ 2019 ના મધ્યમાં, સંપૂર્ણ કમ્યુનિકેશન બ્લેક આઉટ વચ્ચે, ઇલ્તિજા એ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને એક પત્ર લખ્યો, જેમાં તેણે શ્રીનગર નિવાસસ્થાનમાં અટકાયત કરવા પાછળના કારણો પર સવાલ ઉઠાવ્યા હતાં.
ઇલ્તિજા મુફ્તીએ મુફ્તી પરિવારના ગઢ બિજબેહારામાંથી ચૂંટણીનાપરિણામોની રાહ જોતા ભાવનાત્મક એક્સ પોસ્ટ સાથે દાદા મુફ્તી મુહમ્મદ સઈદને યાદ કર્યા હતાં.