ટોપ ન્યૂઝનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ISRO ભરશે નવી ઉડાન: કેબિનેટે ચંદ્રયાન-4 સહીત આ મહત્વના પ્રોજેક્ટ્સને મંજુરી આપી…

નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ ચંદ્રયાન-3 મિશનના લેન્ડરને ચંદ્રની ધરતી પર સફળતા પૂર્વ લેન્ડ કરાવીને ઈતિહાસ સર્જ્યો હતો. ISROની આ સફળતાએ સમગ્ર વિશ્વની ધ્યાન ખેંચ્યું છે, અંતરીક્ષ ક્ષેત્રમાં ISRO હવે વિશ્વની આગળ પડતી સંસ્થાઓની એક ગણાવા લાગી છે. સરકાર પણ ISROના મિશનને દરેક પ્રકારે સહાયતા પૂરી પાડી રહી છે. એવામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ચંદ્રયાન મિશનને આગળ વધારવાની મંજૂરી આપી દીધી છે, ઉપરાંત અન્ય કેટલાક મહત્વકાંક્ષી મિશનને પણ મંજુરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : અવકાશમાં ISROની વધુ એક સફળતા, EOS-08નું સફળ પ્રક્ષેપણ, જાણો આ મિશન વિષે

ચંદ્રયાન-4 ઉપારાંત કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન મિશન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન વિકાસ અને નેક્સ્ટ જનરેશનના લોન્ચ વિહિકલના વિકાસને મંજુરી આપી છે.
ચંદ્રયાન-4 ચંદ્ર મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર સફળ ઉતરાણ પછી પૃથ્વી પર પરત ફરવા માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે. ચંદ્ર પરના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવા માટે ચંદ્રયાન-4 વિકસાવવામાં આવી રહ્યું છે.

વિનસ ઓર્બિટર મિશન (VOM) શુક્રના વાતાવરણ અને ભૂસ્તરને વધુ સારી રીતે સમજવા માટે વૈજ્ઞાનિક સંશોધનના હેતુ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે.
કેબિનેટે વૈજ્ઞાનિક સંશોધન માટે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS) ના નિર્માણને પણ મંજૂરી આપી છે. હાલમાં, માત્ર બે જ સ્પેસ સ્ટેશનો કાર્યરત છે, યુએસની આગેવાની હેઠળનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ચીનનું ટિઆંગોંગ. 2028 માં તેના પ્રથમ મોડ્યુલના લોન્ચ સાથે BAS ની સ્થાપના કરવાનું આયોજન છે.

કેબિનેટે ગગનયાન પ્રોજેક્ટના ફોલો-ઓન મિશન અને નેક્સ્ટ જનરેશનના લોન્ચ વ્હીકલના વિકાસ માટે મંજૂરી આપી હતી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV)નું પરીક્ષણ કર્યું હતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker