ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

લેબનાનના સંસદભવન નજીક ઈઝરાયેલની એર સ્ટ્રાઈક, 6ના મોત, 7 ઘાયલ

બૈરુત: ઇઝરાયલી આર્મી છેલ્લા એક વર્ષથી ગાઝામાં નરસંહાર કરી રહી છે, ગાઝાને બરબાદ કર્યા બાદ ઇઝરાયલ હવે લેબનાન (Israel attack on Lebanon) પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે ફરી એકવાર લેબેનોનની રાજધાની બૈરુત (Beirut) પર એર સ્ટ્રાઈક કરી છે, બૈરુતના દક્ષિણ ભાગો પર 17 હુમલા થયા હતા. ભીષણ હુમલા બાદ ઘણી ઇમારતોમાં આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં છ લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.

અહેવાલ મુજબ ગુરુવારે સવારે બૈરુતના બચૌરા વિસ્તારમાં સંસદની નજીક એક બિલ્ડિંગને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે ઈરાને ઈઝરાયેલ પર લગભગ 200 મિસાઈલો છોડી હતી. હવે ઈઝરાયેલ તરફથી વળતો હુમલો કરવામાં આવી રહ્યો છે.

મીડિયા અહેવાલ મુજબ લેબનાનના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ મિસાઇલો દહિયાહના દક્ષિણ ઉપનગરમાં પણ પડી હતી, જ્યાં ગયા અઠવાડિયે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા. મિસાઈલ પડ્યા બાદ જોરદાર વિસ્ફોટો પણ સંભળાયા હતા.

અહેવાલ મુજબ, એમ્બ્યુલન્સ અને બચાવ ટીમ રેસ્ક્યુ ઓપરશન ચલાવી રહી છે. લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અલ-બચૌરા વિસ્તારમાં થયેલા હવાઈ હુમલામાં 6 લોકો માર્યા ગયા છે.

ઈરાનના હુમલામાં આઠ ઇઝરાયલી સૈનિકોના મોત:
ઈરાને ઇઝરાયલ પર 180 થી વધુ મિસાઈલો છોડી હતી. ઈઝરાયેલે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોનમાં જમીનની લડાઈમાં તેના આઠ સૈનિકો માર્યા ગયા હતા. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર તેની સેના લેબનોનમાં પણ ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button