ઈઝરાયલ Vs હમાસઃ અલ અક્સા મસ્જિદ નજીક વિરોધ પ્રદર્શન, અનેક દેશમાં ઉગ્ર વિરોધ
મ્યુઝિક ફેસ્ટિવલ પરના હુમલાની ડ્રોનની તસવીરો વાઈરલ
ગાઝા પટ્ટીઃ ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે મુસ્લિમ દેશ પેલેસ્ટાઈન જોડાઈ ગયું છે. શુક્રવારે અનેક મુસ્લિમ દેશમાં ઈઝરાયલની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે અનેક પ્રદર્શનકારીઓ અલ આકસા મસ્જિદની દિશામાં આગેકૂચ કરી હતી. મધ્ય પૂર્વના ઈસ્લામિક દેશમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ ઈસ્લામી દેશમાં ઈરાન, જોર્ડન, સિરિયા અને લેબેનોનના હજારો લોકો આગેકૂચ કરીને અલ આક્સા મસ્જિદની દિશામાં ગયા હતા. આગેકૂચનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં ઈઝરાયલી સેના શુક્રવારની નમાઝ માટે પેલેસ્ટાઈનના લોકોને મસ્જિદમાં જતા રોકે છે. અલ અક્સા મસ્જિદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે તણાવનું મુખ્ય મુદ્દો માનવામાં આવે છે. મસ્જિદના મહત્ત્વને પણ તમે હમાસે ઈઝરાયલ પર કરેલા હુમલાને પણ ઓપરેશન અલ અક્સા નામ આપવામાં આવ્યું છે.
દરમિયાન ઈરાકના પાટનગર બગદાદના તહરીર સ્ક્વેરમાં હજારોની સંખ્યામાં ઈરાકીઓ એક્ત્ર થઈને પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનકારીઓએ અમેરિકા અને ઈઝરાયલ વિરોધમાં નારા લગાવ્યા હતા. બાંગ્લાદેશની રાજધાની ઢાકા, રોમ, મ્યુનિચ, ઈસ્તંબુલ, બેલગ્રેડ સહિત અન્ય શહેરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકોએ રેલી કાઢી કાઢી હતી અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા.
સાતમી ઓક્ટોબરે ઈઝરાયલના કિબુત્ઝ રીમમાં યોજવામાં આવેલા મ્યુઝિક ફેસ્ટિવલને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ક્રૂર હુમલામાં 260 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા અને હવે આ મુદ્દે નવી વાત જાણવા મળી છે.
ઈઝરાયલ પર હમાસના હુમલા પછી દરેક બાજુ તબાહીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં અમુક ડ્રોનના ફૂટેજ મળ્યા છે, જેમાં ઈઝરાયલ પર હમાસની ક્રૂરતા પ્રકાશમાં આવી છે. ગયા અઠવાડિયા દરમિયાન કિબુત્ઝ રીમમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોવાની જાણ પછી હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાંથી 260 મૃતદેહ મળ્યા છે.
ડ્રેનથી મળી આવેલી તસવીરમાં હુમલાથી ક્ષતિગ્રસ્ત કાર, ચારેબાજુ સામાન વિખરાયેલો જોવા મળે છે, જેમાં લોહીલુહાણ હાલતમાં લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા. હમાસના આતંકવાદીઓ કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને રસ્તા પર ફેંકી રહ્યા હતા.
તમને હવે જણાવી દઈએ કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. સાત દિવસમાં પેલેસ્ટાઈન આર્મી ગ્રૂપ હમાસે ગાઝા પટ્ટી પર રોકેટના હુમલો કર્યો હતો. આ હુમલો ઈઝરાયલ પર કરવામાં આવ્યો હતો, જેમાં હમાસે જવાબદારી લીધી હતી, ત્યારબાદ ઈઝરાયલે લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. હમાસે ગાઝા બટ્ટીમાં 20 મિનિટમાં પાંચ હજારથી વધુ રોકેટ મારો કર્યો હતો. એટલું જ નહીં, ઈઝરાયલની ઘૂસણખોરી કરવામાં આવેલા વાહનો પર કબજો મેળવી લીધો હતો. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે.