ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ હાઈ કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન ફ્લાય ઓવર બ્રિજ (ISKCON Bridge Case) પર સર્જાયેલી દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફરી એક વખત તથ્ય પટેલની (Tathya Patel) નિયમિત જાનીન અરજી (Regular bail plea) ફગાવી દીધી હતી. તથ્ય 20 જૂન, 2023 બાદ જેલમાં છે.
તથ્યના વકીલે શું કરી દલીલ
જામીન અરજી માટે દલીલ કરતાં તેના વકીલે કહ્યું, ફ્લાય ઓવર પર આશરે 50-60થી લોકો ઉભા હતા અને શું ઘટના બની છે તે જાણતો નહોતો. તેનાથી સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ આકસ્મિક છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું, તથ્ય પૂરઝડપે કાર ચલાવતો હતો પરંતુ સ્પીડના આધારે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ ગણી શકાય નહીં. વકીલે વિવિધ ઉદાહરણ પણ આપ્યા હતા.
સરકારી વકીલે શું કરી રજૂઆત
ગુજરાત હાઇકોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હજુ પણ વધુ તપાસ ચાલુ હોવાનો સરકારે પક્ષ રાખ્યો હતો અને કેસમાં 190 જેટલા સાક્ષીઓ હોવાની પણ રજૂઆત કરી હતી. તથ્ય પટેલે હાઇકોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી પડતર હોવાના કારણે ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ આગળ ન વધે તેમાં, તો સિચ્યુએશનનો કોઈ વાંક ગણાવી શકાય નહીં તેવી સરકારી વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. 16 મહિનાની જેલનો સમય લાંબો સમય ગણી અને જામીન આપવા અંગેની બચાવ પક્ષની રજૂઆત કોર્ટે નકારી હતી.
Also read: Breaking News: Bangladesh માં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના બે અનુયાયીઓની પણ ધરપકડ
શું છે મામલો
19 જુલાઈ, 2023 ની મધરાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જગુઆર કારના ચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યાં હતા. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદીજુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.