ટોપ ન્યૂઝનેશનલસ્પેશિયલ ફિચર્સ

IRCTCના રિઝર્વેશનના નવા નિયમથી રેલવેને થશે આટલું નુકસાન, જાણો શું છે આખું ગણિત…

:જો તમે પણ અત્યાર સુધી રેલવેમાં પ્રવાસ કરવા માટે ચાર મહિના પહેલાં ટિકિટ રિઝર્વ કરાવીને નિશ્ચિંત થઈ જતા હતા તો આ સમાચાર તમારા માટે જ છે. ઈન્ડિયન રેલવે (Indian Railway), આઈઆરસીટીસી દ્વારા રિઝર્વેશનના નિયમને લઈને મહત્વને ફેરફાર કર્યો છે. હવે નવા નિયમ અનુસાર 120 દિવસને બદલે 60 દિવસ પહેલાં જ ટિકિટ બુક કરાવી શકાશે. જો તમે 2025માં ટિકિટ બુક કરાવવા માંગતા હોવ તો તમે નવેમ્બર મહિનામાં જ ટિકિટ બુક કરાવી શકાશે. અહીં સુધીની સ્ટોરી તો તમને ખબર જ હશે, પરંતુ હવે તમે અહીંથી આગળની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. કહાનીમાં ટ્વીસ્ટ એ છે કે રેલવેના આ નવા નિયમથી રેલવેને નુકસાન થશે.

આવું પહેલી વખત નથી કે રેલવે દ્વારા ટિકિટ રિઝર્વેશનના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હોય. આ પહેલાં પણ એક કે બે મહિનાવાળો નિયમ રેલવે દ્વારા લાવવામાં આવી ચૂક્યો છે, જોકે બાદમાં તેને બદલાવીને પહેલાં 90 દિવસ અને બાદમાં 120 દિવસ કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત આ સમયમર્યાદા ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે.
ભારતીય રેલવે દ્વારા દરરોજ 13,000 જેટલી ટ્રેનો દોડાવવામાં આવી છે છે અને આ ટ્રેનોમાં આશરે 2 કરોડ પ્રવાસીઓ દરરોજ પ3વાસ કરે છે. આ જ કારણ છે કે ભારતીય રેલવેને લોકો લાઈફલાઈન તરીકે પણ ઓળખે છે.

ભારતીય રેલવેમાં દરરોજ કેટલા લોકો પ્રવાસ કરે છે એ જાણી લીધા બાગ આગળ વધીએ અને વાત કરીએ કે ચાર મહિના પહેલાં પ્રવાસીઓ ટિકિટ બુક કરાવતા હતા, જેને કારણે આ પૈસો રેલવેની તિજોરીમાં વહેલો પહોંચી જતો હતો. હવે આ પૈસા બે મહિના પહેલાં જ રેલવે મળશે અને એટલે જ ભારતીય રેલવેને નુકસાન થશે અને રેલવેને પૂર્વ તૈયારીઓ કરવામાં અને ખર્ચને લઈને કેટલીક મુશ્કેલીઓ ચોક્કસ પડી શકે છે.

આ ઉપરાંત ટિકિટ બુક કરાવવા માટેની સમય મર્યાદા જ્યારે ઘટાડવામાં આવી છે તો સ્વાભાવિક છે કે ટિકિટ કેન્સેલેશન પર પણ તેની અસર જોવા મળશે. જે લોકો ચાર મહિના પહેલાં ટિકિટ બુક કરાવે છે એમાંથી ઘણા લોકો એવા પણ છે કે જેઓ કોઈને કોઈ કારણસર ચાર મહિનામાં ટિકિટ કેન્સલ કરાવે છે. રેલવે દ્વારા ટિકિટ કેન્સલેશન માટે પણ પ્રવાસીઓ પાસેથી ચાર્જિસ વસૂલ કરવામાં આવે છે. હવે બે મહિના પહેલાં જ ટિકિટ બુક કરાવવાના નવા નિયમને કારણે કેન્સલેશન ઘટશે એટલે રેલવેને કેન્સેલેશન ચાર્જિસ પેટે જે પૈસા મળતાં હતા એમાં પણ ઘટાડો આવશે.

ટૂંકમાં ભારતીય રેલવે દ્વારા લાવવામાં આવેલા આ નવા નિયમને કારણે રેલવેને નુકસાન જ ઉઠાવવાનો વારો આવશે અને આ નુકસાન પણ નાનું-સૂનું નહીં પણ મોટું હશે, એ વાત તો ચોક્કસ..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button