
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ ભારતીય રેલ્વે હવે વંદે ભારત પાર્સલ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ ટ્રેન નાના, પરંતુ મૂલ્યવાન અને નાજુક સામાનના પરિવહન માટે હશે.
આ પણ વાંચો : ટિકિટ ખરીદતાં જ Indian Railway પ્રવાસીઓને ફ્રી આપે છે આ ખાસ સુવિધાઓ…
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝડપી અને અનુકૂળ ટ્રેનો એવા રૂટ પર દોડાવવામાં આવશે જ્યાં મોબાઇલ ફોન જેવી ઊંચી કિંમતની ચીજવસ્તુઓ અને ગુલાબ અને ઓર્કિડ જેવા મોંઘા ફૂલો અને અન્ય વસ્તુઓ જેવી નિકાસ લાયક ઉત્પાદનોનું પરિવહન થાય છે. લવે અધિકારીઓએ આ ટ્રેનો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ટ્રેનોની ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ડિઝાઈન વંદે ભારત પ્લેટફોર્મ પર આધારિત હશે પરંતુ તેને ખાસ કરીને પાર્સલ મૂવમેન્ટ માટે યુનિક રીતે તૈયાર કરવામાં આવશે.
રેલવે અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનની આરામદાયક ડિઝાઇન પરંપરાગત રેલવે રેક કરતાં વધુ અદ્યતન અને સારી છે. તેથી મૂલ્યવાન અને નાજુક સામાનના પાર્સલ મોકલવા માટે વધુ યોગ્ય છે. ઉત્પાદનોની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે આ ટ્રેનો 12-24 કલાકની અંદર આવરી શકાય તેવા રૂટ પર દોડશે.
વંદે ભારત ટ્રેનોની વિગતવાર યોજનાઓ વિશે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપી હતી કે હાલમાં ભારતીય રેલ્વે નેટવર્ક પર 136 થી વધુ વંદે ભારત ટ્રેન સેવાઓ કાર્યરત છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે વંદે ભારત ચેર કાર રેક્સનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે અને લાંબા અને મધ્યમ અંતર માટે વંદે ભારત સ્લીપર ટ્રેનોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે હાલમાં 10 વંદે ભારત સ્લીપર ટ્રેનો નિર્માણાધીન છે અને રેલવે પાસે 50 વધુ સ્લીપર રેકની જોગવાઈ છે. વધુમાં, વંદે ભારતના 200 સ્લીપર રેકના ઉત્પાદન માટે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Indian Railwaysમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે આ ખાસ સુવિધા, જાણી લેશો તો ફાયદામાં રહેશો….
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિકતા
રેલવે પ્રધાને સમગ્ર દેશમાં ઈન્ટિગ્રેટેડ ટ્રેક મોનિટરિંગ સિસ્ટમ (ITMS)ના અમલીકરણની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુને વધુ આધુનિક બનાવવાનો અને સુરક્ષામાં સુધારો કરવાનો છે. ITMS ની નવી વિશેષતાઓમાં નોન-કોન્ટેક્ટ લેસર સેન્સર, હાઇ-સ્પીડ કેમેરા અને 3D મેપિંગ માટે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ (LiDAR) ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારતીય રેલવેની આ નવી યોજના દેશમાં ઝડપી અને સુરક્ષિત પાર્સલ સેવાની જરૂરિયાતને પૂરી કરશે. તેમજ આધુનિક ટેક્નોલોજીથી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવશે.