ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

દરિયાઇ ચાંચિયાઓ માટે કાળ બન્યું ભારતીય નૌકાદળ તો અમેરિકાએ …..

નવી દિલ્હીઃ જમીન હોય, આકાશ હોય કે દરિયાઇ માર્ગો હોય ભારતીય સૈનાએ દરેક જગ્યાએ પોતાની અસીમ તાકાતનો પરચો આપ્યો છે અને લોકોના દિલ જીતી લીધા છે. કોઇ પણ વ્યક્તિ હોય દેશનો કે વિદેશનો, ભારતીય જવાનો દરેક વ્યક્તિની સુરક્ષા માટે જાનની બાજી લગાવી દેતા અચકાતા નથી. દેશવિદેશના નેતાઓ પણ ભારતીય જવાનોના સાહસથી અજાણ નથી. અમેરિકાએ પણ સ્વીકાર્યું છે કે ભારતીય નૌસેનાએ દરિયાઈ સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અમેરિકાએ ભારતીય નૌકાદળના પ્રયાસોની પણ પ્રશંસા કરી છે. અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથેની વાતચીતમાં ભારતીય નૌસેનાના જાંબાઝોની પ્રશંસા કરતા કહ્યું હતું કે ભારતીય નૌસેનાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટી-પાયરસી ઓપરેશન ચલાવવામાં ભારતીય નૌકાદળ દ્વાર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ત્યાર બાદ સંરક્ષમ મંત્રાલયે એક્સ પર આ માહિતી પોસ્ટ કરી હતી.

ટેલિફોન પર વાતચીત દરમિયાન બંને નેતાઓએ મહત્વાકાંક્ષી ભારત-યુએસ સંરક્ષણ સહયોગ રોડમેપને અમલમાં મૂકવાની રીતો પર પણ ચર્ચા કરી, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
નોંધનીય છે કે ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય દરિયાકાંઠાથી લગભગ 1,400 નોટિકલ માઇલ (2,600 કિલોમીટર) લગભગ 40 કલાક સુધી હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન, તેણે ભૂતપૂર્વ માલ્ટિઝ ધ્વજ ધરાવતા વેપારી જહાજ એમવી રૂએનના 17 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા અને સાથે સાથે 35 સોમાલિયન ચાંચિયાઓને શરણાગતિ સ્વીકારવાની ફરજ પણ પાડી હતી.


છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય નૌકાદળ અનેક વિદેશી જહાજો માટે રક્ષણહાર બનીને ઉભરી રહ્યું છે. ભારતીય નૌકાદળે ઘણા જહાજોને ચાંચિયાઓના કબજામાંથી મુક્ત કરાવ્યા છે અને તેમની મદદ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button