Paris Paralympics 2024માં ભારતીય પેરા એથ્લેટ્સ શાનદાર પ્રદર્શન કરી દેશને ગૌરવ આપવી રહ્યા છે. પેરિસ પેરાલિમ્પિક્સ શરુ થયાના 6 દિવસમાં જ ભારતીય ખેલાડીઓએ 20 મેડલના જીત્યા છે. પેરાલિમ્પિક્સમાં આ ભારતનું સૌથી શશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતને મળેલા મેડલ્સમાં 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
પેરિસ પહેલા ભારતે ટોક્યો 2020માં પેરાલિમ્પિક ગેમ્સ દરમિયાન સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા. પરંતુ, હવે પેરિસ શરુ થયાના પ્રથમ 6 દિવસમાં ક, ભારતીય પેરા-એથ્લેટ્સે પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શનના રેકોર્ડને તોડી નાખ્યો છે.
છઠ્ઠા દિવસે ભારતને 5 મેડલ મળ્યા:
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 4 ઇવેન્ટમાં મેડલ જીત્યા છે, સૌથી વધુ 10 મેડલ એથ્લેટિક્સમાં મળ્યા છે. આ સાથે જ બેડમિન્ટનમાં 5 મેડલ અને શૂટિંગમાં 4 મેડલ આવ્યા છે. અર્ચારીમાં એક મેડલ આવ્યો છે. આમ ભારતે 3જી સપ્ટેમ્બરે એટલે કે છઠ્ઠા દિવસે દીપ્તિ જીવનજી, શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીત સિંહ અને સુંદર ગુર્જરે કુલ 5 મેડલ જીત્યા હતાં.
ભારતે પુરુષોના જેવલિન થ્રો F46માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેવલિન થ્રોમાં ભારતના અજીત સિંહે 65.62 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો છે. જ્યારે સુંદર સિંહ ગુર્જરે 64.96 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
મેન્સ હાઈ જમ્પ T63 ઈવેન્ટમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. શરદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે, મરિયપ્પન થાંગાવેલુએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મરિયપ્પન થાંગાવેલુએ 1.85 મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ જીત્યો હતો, જ્યારે શરદ કુમારે 1.88 મીટરનો જમ્પ લગાવી સિલ્વર જીત્યો હતો. ભારતનો શૈલેષ કુમાર આ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહ્યો હતો.
દીપ્તિ જીવનજીએ 400 મીટરની દોડમાં બ્રોન્ઝ જીત્યો છે, દીપ્તીએ ફાઇનલમાં 55.82 સેકન્ડનો સમય લીધો છે.
Also Read –