ભારતીય વાયુસેનાએ કારગીલ યુદ્ધ વખતે ટાઇગર હિલ પર કરેલા હુમલાનો વીડિયો જાહેર કર્યો હતો. 26 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કઇ રીતે મિરાજ-2000 ફાઇટર જેટથી લેઝર ગાઇડેડ બોમ્બમારો કરીને આતંકવાદીઓના ખાત્મો બોલાવવામાં ભારતીય સેનાને સફળતા મળી હતી.
આ વીડિયો ઓપરેશન સફેદ સાગરનો છે. ટાઇગર હિલ પર જે આતંકવાદીઓએ કબજો કર્યો હતો તેમને મુક્ત કરાવવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વીડિયો 24 જૂન 1999નો છે. જેમાં એક મિરાજ ફાઇટર જેટ ટાઇગર હિલ પર મંડરાઇ રહ્યું છે. તેની સ્ક્રીન પર દુશ્મન જોવા મળી રહ્યો છે.
એ પછી લેઝર ગાઇડેડ બોમ્બ વડે પાકિસ્તાની કબજો ધરાવતા કેમ્પને ઉડાવી દેવામા આવે છે. આ વીડિયોને રિલીઝ કરવા પાછળ બેગલુરુ સ્થિત IAF એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ ટેસ્ટિંગ એસ્ટાબ્લીશમેન્ટની સિદ્ધિઓને રજૂ કરવાનો હેતુ છે. આ સંસ્થા વાયુસેનાના વિમાનોમાં વપરાતી ટેકનિક તેમને જરૂરિયાતના હિસાબે બદલવા માટે કામ કરે છે. વાયુસેનાની જરૂરિયાતો મુજબ વિમાનો-હથિયારોમાં અનેક ફેરફારો થાય છે.
AISTE સંસ્થા ભારતીય વાયુસેનાના નવા હથિયારોનું ટેસ્ટિંગ કરે છે. નવી સિસ્ટમની તપાસ કરે છે. ટેસ્ટ પાયલટ સ્કૂલ પણ આવેલી છે. 1996માં મિરાજ-2000 અને જગુઆર એરક્રાફ્ટમાં લેઝર ગાઇડેડ બોમ્બ લગાવી આપવામાં આવ્યા છે. તે જનરલ પર્પઝ 1000 આઇબી એમકે 83 બોમ્બ હતા. મિરાજ માત્રા LGB બોમ્બ પણ લગાવવામાં આવ્યા.
મિરાજ-2000માં ઇન્ફ્રારેડ સીકર લગાવવામાં આવ્યા હતા જેથી તેઓ રાત્રે પણ હુમલો કરી શકે. અનેક ટેસ્ટ ફ્લાઇટ્સ અને પરીક્ષણો બાદ આખરે તેમને ફાઇટર જેટ્સમાં લગાવી દેવામાં આવ્યા. 5 મે 1999ના રોજ મિરાજ-2000 નવા હથિયારો સાથે કારગિલના વિસ્તારોમાં ટેસ્ટ ફ્લાઇટ્સ થઇ. 16 જૂને પહેલી સફળતા મળી, 17 જૂને પણ અનેક ટાર્ગેટ્સ પર હુમલો કરવામાં આવ્યો. મિરાજ ફાઇટર જેટ્સ 250 કિલોના બોમ્બ લઇને ઉડાન ભરી રહ્યા હતા. 24 જૂને પહેલીવાર ટાઇગર હિલ પર દુશ્મન પર હુમલો કરવા માટે LGBનો ઉપયોગ કરવામાં આવ્યો.