PM Modi અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાઇ બેઠક

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ” એક નજીકના મિત્ર તરફથી ઉષ્માભર્યું સ્વાગત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યું.”
ક્રાઉન પ્રિન્સ ભારતની સત્તાવાર મુલાકાતે
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે
ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે. એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે તેઓ મંગળવારે મુંબઈ પણ જશે. હાલના વર્ષોમાં ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં વધી છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.