ટોપ ન્યૂઝસ્પોર્ટસ

કાનપુર ટેસ્ટમાં ભારતની 7 વિકેટે શાનદાર જીત, ‘બેઝબોલ’ અંદાજમાં કર્યા બાંગ્લાદેશના સુપડા સાફ

કાનપુર: બે દિવસ વરસાદને લીધે રમત ન થઇ શકી હોવા છતાં, ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. ભારતીય ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં 280 રને જીત મેળવી હતી. ભારતની આ સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે. ભારતે ચોથી વખત બાંગ્લાદેશ સામે ક્લીન સ્વીપ કર્યું છે.

બે દિવસ વરસાદને કારણે રમત મોકૂફ રહી હોવાને કારણે ચાહકોને એવું લાગવા લાગ્યું હતું કે આ મેચનું પરિણામ ડ્રો સિવાય બીજું કંઈ નહીં હોય, પરંતુ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેચમાં જીત મેળવી છે.

આ પણ વાંચો: IND VS BAN: બાંગ્લાદેશ સામે ભારતે રચ્યો ઇતિહાસ, જાણો આજે શું કર્યું?

ભારત માટે યશસ્વી જયસ્વાલે બંને ઇનિંગમાં ફિફ્ટી ફટકારી હતી. બોલિંગમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. બુમરાહે બંને ઇનિંગ્સમાં 3-3 વિકેટ લીધી હતી.

27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા જ દિવસે વરસાદે હસ્તક્ષેપ કર્યો, જેના કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ. આ ઉપરાંત લંચ બ્રેક દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી, જેમાં બાંગ્લાદેશે 107/3 રન બનાવ્યા.

ત્યારબાદ બીજો દિવસ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ પછી, ચાહકોને આશા હતી કે તેઓ ત્રીજા દિવસે રમત જોવા મળશે, પરંતુ એવું થયું નહીં અને ત્રીજો દિવસ પણ વરસાદના કારણે એકપણ બોલ ના ફેંકાયો.

આ પણ વાંચો: IND VS BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે

મેચના ચોથા દિવસે, ભારતીય ટીમે બાંગ્લાદેશને 233/10 રનમાં ઓલ આઉટ કર્યું અને પછી તે જ દિવસે પ્રથમ ઇનિંગમાં ભારતે 285/9 રન (34.4 ઓવરમાં) કર્યા બાદ ઇનિંગ્સ ડિકલેર કરી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 52 રનની લીડ મેળવી હતી.

ત્યાર બાદ પાંચમા દિવસે તેની બીજી ઇનિંગ સાથે બાંગ્લાદેશ રમવા ઉતરી પ્રથમ સેશનમાં ટીમ માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને માત્ર 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા સેશનમાં જ 3 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરીને વિજય મળવ્યો. આ દરમિયાન જયસ્વાલે 45 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની ફટકારીથી 51 રન બનાવ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button