કોલકતા: વન-ડે વર્લ્ડ કપ 2023ની 37 મેચ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે છે. આજે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ પહેલા બંને દેશના કેપ્ટનની વચ્ચે ટોસ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતે ટોસ જીતી બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો દક્ષિણ આફ્રિકા પહેલા બોલિંગ કરશે.
ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે કે એલ રાહુલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે આજની મેચમાં જીતવા માટે ટીમ ઇન્ડિયા પ્રયાસ કરશે.
આજની મેચમાં બીજી એક વિશેષતા છે આક્રમક બેટ્સમેન કિંગ કોહલીનો જનમદિવસ પણ છે, તેથી આજે જીત આપીને ભારતીય ટીમ કોહલીને વર્લ્ડ કપની સતત આઠમી જીતની ભેટ આપવાનો પ્રયાસ કરશે.
વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલના ક્રમમાં પહેલા ક્રમે રહેનારી ભારતીય ટીમ વતીથી જો વિરાટ આજે સદી મારે તો સચિનના 49 સદીના વિક્રમની બરોબરી કરશે, તેથી સૌની નજર કોહલી પર રહેશે.
બીજી બાજુ ભારત પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. બંને ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
વર્લ્ડ કપમાં સતત સાત વિજય મેળવનાર ટીમ ઈન્ડિયાને તેના સૌથી મોટા પડકારનો સામનો કરવો પડશે. ભારત ભલે સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, પરંતુ તેના આત્મવિશ્વાસ માટે સાઉથ આફ્રિકા સામેની જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, દક્ષિણ આફ્રિકા પણ જીત સાથે આગળ વધવા ઈચ્છશે.
ભારત એ જ ટીમ સાથે મેચ રમી રહી છે, જે શ્રીલંકા સામે રમી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ ગેરાલ્ડ કોએત્ઝીની જગ્યાએ તબરેઝ શમ્સીનો સમાવેશ કર્યો છે. આજ સુધી રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ તમામ સાત મેચોમાં જીત સાથે અજેય રહી છે. બીજી તરફ સાઉથ આફ્રિકા સાતમાંથી માત્ર એક જ મેચ હાર્યું છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ