IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS AUS: પહેલાં બેટીંગમાં ભારતે સાવ સસ્તામાં શુભમન ગીલ (સાત બોલમાં ચાર રને મિશેલ સ્ટાર્ક)ની વિકેટ ગુમાવી હતી

અમદાવાદ: આજની વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે કરો યા મરો નાતે આજે બંને ટીમના ખેલાડી રમશે. આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. જોકે, ભારતે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આજની ભારતીય ટીમમાં સુકાની રોહિત શર્મા સહિત શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કર્યો છે.

બીજી બાજુ કાંગારુ ટીમમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (સુકાની), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડનો સમાવેશ કર્યો છે.

આજની મેચ જોવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેતા આવ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે મિશેલ માર્શની આગાહી પ્રમાણે આજે કાગારું ટીમને સર્વોચ્ય સ્કોર કરવાની તક નહિ મળે. અલબત તેની આગાહી પ્રમાણે ઓસી ટીમ 450 સ્કોર કરવાનો દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…