ટોપ ન્યૂઝનેશનલ

દરિયામાં ગુપચૂપ રીતે DRDOએ કર્યું મિસાઇલનું પરીક્ષણ, 10 મહિના સુધી કોઇને ખબર પણ ન પડી..

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન- DRDO દ્વારા ગુપચૂપ રીતે ગત ફેબ્રુઆરી મહિનામાં ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ પાર પાડવામાં આવ્યું હતું. આ એક ગુપ્ત મિશન હતું. DRDO દ્વારા ખાનગી રીતે આ મિસાઇલને વિકસાવવામાં આવી રહી હતી. હવે આ મિસાઇલના અન્ય 2 વેરીઅન્ટ બનાવવામાં આવી રહ્યા છે.

દરિયામાં સબમરીન વડે લોન્ચ થયેલી આ ક્રૂઝ મિસાઇલની રેન્જ 500 કિમી છે. ફેબ્રુઆરીમાં થયેલા ટેસ્ટ દરમિયાન તેણે 402 કિમીની રેન્જ મેળવી હતી. તેની લંબાઇ 5.6 મીટર છે, જ્યારે તેનો વ્યાસ 505 મિમીનો છે. વોરહેડ સાથે તેનું વજન 975 કિલો જેટલું થવા જાય છે.


SLCM ક્રૂઝ મિસાઇલનું નિર્માણ નિર્ભય પ્લેટફોર્મ પર થયું છે. તે ઇન્ડિયન નેવીગેશન સિસ્ટમ અને જીપીએસની મદદથી ટાર્ગેટ સુધી પહોંચે છે. તેમાં RF સીકર લાગેલું છે. SLCMના અન્ય 2 વેરીઅન્ટ છે. લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ (LACM) અને એન્ટી શીપ ક્રૂઝ મિસાઇલ (ASCM). આ મિસાઇલની ખાસિયત એ છે કે જ્યારે તે પોતાના લોન્ચરથી નીકળશે ત્યારે તેની વિંગ્સ ખુલશે, મિસાઇલની ગતિ ઓછામાં ઓછી 864થી 1000 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જેમાં 200થી 300 કિલો વોરહેડ લગાવવામાં આવશે.


આ ગુપ્ત પરીક્ષણનો ખુલાસો ત્યારે થયો જ્યારે દુબઇમાં એર શો દરમિયાન DRDOએ લગાવેલા એક પોસ્ટરમાં મિસાઇલની ખાસિયતો અને ટેસ્ટિંગનો ઉલ્લેખ હતો. SLCM ક્રૂઝ મિસાઇલમાં સી-સ્કિમિંગ અને ટેરેન હેંગિંગ કેપેસિટી છે એટલે કે તે દરિયાની ઉપર રહીને રડારને દગો આપી શકે છે. SLCM ક્રૂઝ મિસાઇલને કલવારી ક્લાસ, સિંધુઘોષ અને પ્રોજેક્ટ-75I સબમરિન સાથે જોડવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…