નવી દિલ્હી: વૈશ્વિક સંરક્ષણ સંબંધિત માહિતી પર નજર રાખતી વેબસાઇટ ગ્લોબલ ફાયરપાવરએ વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કમાં અમેરિકાને સૈન્ય દૃષ્ટિએ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવે છે. ત્યારબાદ રશિયાને બીજું અને ચીનને ત્રીજું સ્થાન મળ્યું છે.
જ્યારે ભારત 0.1023ના સ્કોર સાથે ચોથા સ્થાને છે. અમેરિકાને 0.0699, રશિયાને 0.0702 અને ચીનને 0.0706નો સ્કોર મળ્યો હતો. આ રેન્કિંગ અનુસાર 0.0000નો સ્કોર પરફેક્ટ માનવામાં આવે છે. આ રેન્કિંગ માટે સૈનિકોની સંખ્યા, લશ્કરી સાધનો, નાણાકીય સ્થિરતા, ભૌગોલિક સ્થાન અને ઉપલબ્ધ સંસાધનો જેવા 60 થી વધુ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ પરિબળો મળીને પાવર ઇન્ડેક્સ સ્કોર નક્કી કરે છે. જેટલો સ્કેર ઓછો એટલી સેના વધારે મજબૂત હોય છે.
ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ફાયરપાવર 2024ની આ યાદીમાં કુલ 145 દેશોને તેમની સૈન્ય તાકાતના આધારે સામેલ કરવામાં આવ્યા છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ યાદીમાં નવમા સ્થાને છે. જ્યારે ઈટલીને 10મું સ્થાન મળ્યું છે. ટોચના 10 શક્તિશાળી દેશોમાં દક્ષિણ કોરિયા, બ્રિટન, જાપાન અને તુર્કી પણ સામેલ છે.
જ્યારે ગ્લોબલ ફાયરપાવર 2024ની આ યાદીમાં ફ્રાન્સ 11મા ક્રમે છે. ફ્રાન્સ પછી બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, યુક્રેન, જર્મની અને સ્પેનને ટોચના 20 શક્તિશાળી દેશોમાં સ્થાન મળ્યું છે.
ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ પ્રમાણે વિશ્વનો સૌથી નબળો દેશ ભૂટાન છે જેને 145 દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૂટાન પછી, મોલ્ડોવા, સોમાલિયા, બેનિન, લાઇબેરિયા, બેલીઝ, સિએરા લિયોન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, આઇસલેન્ડ અને કોસાવાને સૌથી સંવેદનશીલ દેશો તરીકે ગણાવવામાં આવ્યા છે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે