ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા સામે ભારત 99 રને જીત્યું, અશ્વિન અને જાડેજાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી

ભારતે આ વિક્રમ પોતાને નામે કર્યો

ઈન્દોરઃ અહીંના અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં કાંગારુઓને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ભારતના નવોદિત બેટસમેનની ફોજની શાનદાર બેટિંગ અને અધૂરામાં પૂરું બોલરોની આક્રમક બોલિંગને ત્રણ મેચની વન ડે સિરીઝમાં 2-0થી આગળ રહ્યું છે. ભારત સામે જીતવાના 400 રનના ટાર્ગેટ અચીવ કરવા માટે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 99 રને હારી હતી.

ભારત સામેના પડકારજનક સ્કોર સામે શરૂઆતમાં પહેલા કાંગારુ ટીમે બે વિકેટ ગુમાવી હતી. જોકે, વરસાદના વિઘ્નને કારણે મેચને 9 ઓવર પછી અટકાવી હતી, પણ એના પછી ડકવર્ડ લુઇસને કારણે Australiaને 33 ઓવરમાં 317 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આજની મેચમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરની મહત્વની વિકેટ અશ્વિને ઝડપી હતી. ટીમમાં ડેવિડ વોર્નરે (39 બોલમાં 53), એબોટ (54) અને લાબુસેન વધુ રન (27 રન) બનાવ્યા હતા, પરંતુ એની સામે અન્ય બેટસમેન સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો.

ભારતવતીથી રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે નવોદિત બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ ઝડપી હતી. કેમરુન ગ્રીનને ઈશાન કિશનને રન આઉટ કર્યો હતો. છેલ્લી ઓવરમાં સીન એબોટ અને હેઝલવુડે મહત્વની ઈનિંગ રમ્યા હતા, જેમાં એબોટે 54 રન કર્યા પણ એની વિકેટ લેવામાં જાડેજા સફળ રહ્યો હતો. આમ તો મેચમાં શાર્દુલે બે કેચ ઝડપવામાં નિષ્ફળ ન રહ્યો હોત તો મેચ વહેલી સમેટાઈ ગઈ હોત.


ગઈ મેચમાં ઝળકેલા મહોમ્મદ સમીએ એક વિકેટ લીધી હતી. અંતે ઓસ્ટ્રેલિયા 28.2 ઓવરમાં 217 રને ઓલ આઉટ થયું હતું. આજની મેચમાં ભારતના વિજયથી સિરીઝ જીતી ગયું છે.


જોકે, આજની મેચમાં ભારતે એક નવો વિક્રમ નોંધાવ્યો હતો. ભારતીય ટીમે આજની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સૌથી વધુ સિક્સર મારવાનો નવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ વન ડે ક્રિકેટમાં 3000 સિક્સ મારનારો પ્રથમ દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ કુલ 18 સિક્સર ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ હવે ODI ક્રિકેટમાં કુલ 3007 સિક્સર ફટકારી છે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝ (2953) યાદીમાં બીજા સ્થાને છે અને પાકિસ્તાન (2566) ત્રીજા સ્થાને છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button