
નવી દિલ્હી: I.N.D.I.A. Bloc Mega Rally: રાજધાની દિલ્હીમાં વિપક્ષ ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે. રામલીલા મેદાનમાં ‘INDIA’ ગઠબંધનની ‘મહારેલી’ યોજાઈ છે જેમાં વિપક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા છે. આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડનો વિરોધ કહી રહી છે જ્યારે કોંગ્રેસ તેને ‘લોકશાહી બચાવો રેલી’ ગણાવી રહી છે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી (sunita kejriwal speech). તેમણે કહ્યું, “મોદીજીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા, શું તેમણે યોગ્ય કર્યું? તેઓ આપના કેજરીવાલને વધુ સમય સુધી જેલમાં રાખી શકશે નહીં.”
સુનીતા કેજરીવાલે કહ્યું, “તમારા કેજરીવાલ સિંહ છે. તે કરોડો લોકોના મનમાં વસે છે.” સુનીતા કેજરીવાલે કહ્યું, “ક્યારેક એવું લાગે છે કે કેજરીવાલ સ્વતંત્રતા સેનાની હતા જે દેશ માટે લડતા લડતા શહીદ થઈ ગયા.” સુનીતા કેજરીવાલે તેમના પતિ સીએમ અરવિંદ કેજરીવાલનો સંદેશ પણ વાંચ્યો હતો.
શું છે કેજરીવાલનો સંદેશો? (CM kejriwal’s Message)
કેજરીવાલે કહ્યું- ચાલો સાથે મળીને એક નવું ભારત બનાવીએ. એક એવુ ભારત કે જ્યાં દરેક હાથને કામ મળે. કોઈ અંતર નહીં રહે.દરેક બાળકને સારું શિક્ષણ મળે. સૌને સારી સારવાર મળે. ચોવીસ કલાક વીજળી મળી રહે. સારા રસ્તાઓ હશે. ભારત વિશ્વમાં શિક્ષાનું કેન્દ્ર હશે.
ભારતની આધ્યાત્મિકતાને વિશ્વમાં ફેલાવશે. અહી ઊંચ-નીચ નહીં હોય. દરેકને ન્યાય મળશે. પ્રેમ અને ભાઈચારો રહેશે. હું દેશના 140 કરોડ લોકોને આવું ભારત બનાવવાની અપીલ કરું છું. INDIA ગઠબંધનને તક આપો. આવા ભારતનું નિર્માણ કરીશું. મારા હૃદયમાં ભારત છે. હું ગઠબંધન વતી છ ગેરંટી આપું છું.
કેજરીવાલની 6 ગેરંટી (Kejriwal’s 6 guarantees)
1 સમગ્ર દેશમાં 24 કલાક વીજળી
2 ગરીબોને મફત વીજળી મળશે
3 દરેક વિસ્તારમાં સરકારી શાળાઓ
4 દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક
5 ખેડૂતોને MAP ગેરંટી
6 દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો