ટોપ ન્યૂઝનેશનલ

I.N.D.I.A ગઠબંધનમાં પીએમ પદ માટેના દાવેદારોમાં પોસ્ટર વોર શરૂ

હવે કોંગ્રેસે રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર ગણાવ્યા

લખનઊઃ I.N.D.I.A ગઠબંધનમાં “પોસ્ટર વોર” ને વેગ આપતા, કોંગ્રેસના કાર્યકરોએ ગુરુવારે ઉત્તર પ્રદેશમાં પાર્ટીના મુખ્યાલયની બહાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દર્શાવતા પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરમાં રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને 2027 રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસ પાર્ટીના લક્ષ્યો અને નીતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અગાઉ સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકર્તાઓએ સપા પ્રમુખ અખિલેશ યાદવના પોસ્ટર લગાવ્યા હતા, જેમાં તેમને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના પર પ્રતિક્રિયા આપી હતી અને તેને “દિવાસ્વપ્ન” ગણાવ્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી I.N.D.I.A ગઠબંધનમાં સહયોગી છે, જે 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપનો સામનો કરવા માટે રચવામાં આવી હતી. જો કે, ગઠબંધને હજુ સુધી તેના પીએમ પદના ઉમેદવાર નક્કી કર્યા નથી.


કોંગ્રેસ રાજ્ય એકમના વડા અજય રાયે જણાવ્યું છે કે તેઓ નકલી માર્કશીટ કેસમાં સીતાપુર જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મળવા જશે. જોકે, કૉંગ્રેસનું આ કદમ સપાને પસંદ નથી આવ્યું. અખિલેશ યાદવે બુધવારે કહ્યું હતું કે, “જ્યારે આઝમ ખાનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ ક્યાં હતા? ખરેખર તો તે સમયે કોંગ્રેસના નેતાઓ આઝમ ખાન પર નિશાન સાધતા હતા


આ પહેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ એકમના પ્રમુખ અજય રાય સાથે સપાને વાંધો પડ્યો હતો. અજય રાયે કૉંગ્રેસને દેશની સૌથી જૂની પાર્ટી ગણાવી હતી અને તેની તરફેણમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સપાને ઉમેદવાર ઊભો નહીં રાખવા જણાવ્યું હતું. તેના કારણમાં અજય રાયે જણાવ્યું હતું કે અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટીનો ત્યાં કોઈ જનાધાર નથી. આના જવાબમાં, SP વડાએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક “કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છે” અને ઉમેર્યું હતું કે જો તેઓ જાણતા હોત કે “કોંગ્રેસ તેમની સાથે દગો કરશે” તો તેમણે જૂની પાર્ટી પર વિશ્વાસ ન કર્યો હોત. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ એ હકીકતથી અજાણ હતા કે ભાજપને હરાવવા માટે માત્ર રાષ્ટ્રીય સ્તરે I.N.D.I.A બ્લોકની રચના કરવામાં આવી છે અને ગઠબંધનની પાર્ટીઓ રાજ્ય સ્તરે સાથે મળીને લડી રહી નથી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker